________________
પરિશિષ્ટ
૧૮૧
તેથી ઊલટું-અવિનયથી મળેલું જ્ઞાન અજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી પ્રગટેલું હોવાથી તે અજ્ઞાનરૂપે સંસારમાં ભમાવે છે.
(ગ) ‘બહુમાનાચાર’વિદ્યાગુરુ પ્રત્યે હૃદયગત પ્રેમ (આંતરિક પ્રીતિ-સદ્ભાવ) ધરવો. ગુરુ પ્રત્યે હાર્દિક પૂજ્યભાવ ધરાવનારને અલ્પકાળમાં કર્મો તૂટવાથી જ્ઞાન પ્રગટ થાય જ છે અને તે જ્ઞાનથી બાકીનાં કર્મો પણ તૂટવા માંડે છે, માટે સાચો જ્ઞાની ગુરુસેવાને છોડતો નથી. અહીં બાહ્ય સેવારૂપ વિનય તથા હૃદયપ્રેમરૂપ બહુમાન—એ બંનેના યોગે ચાર ભાંગા થાય છે. ૧. વિનય હોય પણ બહુમાન ન હોય, ૨. બહુમાન હોય પણ વિનય ન હોય, ૩. વિનય અને બહુમાન બંને હોય અને ૪. બંને ન હોય. (આ ચાર ભાંગામાં ત્રીજો ભાંગો સર્વશ્રેષ્ઠ, બીજો ભાંગો સામાન્ય અને પહેલો તથા ચોથો ભાંગો અયોગ્ય સમજવો.)
(ઘ) ‘ઉપધાનાચાર’–‘શ્રુતને પુષ્ટ કરે તે ઉપધાન' અમુક પ્રકારનો તપ. શ્રુતજ્ઞાનની ઇચ્છાવાળાએ એ ઉપધાન-તપ કરવો જોઇએ, તે જે જે અધ્યયનને ઉદ્દેશીને જેટલો જેવો આગાઢ (કારણે પણ અધૂરો છોડાય નહિ તે) કે અનાગાઢ (કા૨ણે અધૂરો છોડયા તે) શાસ્ત્રમાં કહ્યો હોય તેટલો તેવો તે તે અધ્યયનમાં કરવો જોઇએ. કારણ કે—તે તપ કરવાથી જ્ઞાનાવરણીય કર્મો ખપે છે અને એ રીતે પ્રાપ્ત થયેલું શુદ્ધ જ્ઞાન સફળ બને છે.
(ડ) ‘અનિહ્નવાચાર’—જે જે જ્ઞાન જેઓની પાસેથી મળ્યું હોય તે તે જ્ઞાન તેઓની પાસેથી મળ્યું છે એમ સ્પષ્ટ કહેવું જ જોઇએ, પણ મારી જાતે–સ્વયં, કે બીજાની પાસેથી ભણ્યો છું એમ કહી વિદ્યાગુરુને છૂપાવવા ન જોઇએ. એમ કરવાથી ચિત્ત મલિન થાય છે અને પ્રાપ્ત થયેલું જ્ઞાન ચાલ્યું જાય કે નિષ્ફળ થાય છે.
૧. સામાન્ય દેવ-દેવીને પ્રસન્ન કરવા માટે પણ જો ઉપવાસ, બ્રહ્મચર્યપાલન વગેરે કરવું પડે છે, એક વ્યાપારીની કે અધિકારીની પ્રસન્નતા માટે પણ તેઓનાં કાર્યો કરવાં વ્યાજબી મનાય છે, તો શ્રુતજ્ઞાન જેવું અમૂલ્ય રત્ન મેળવવા માટે શાસ્રકથિત તપ કરવો તેને અયોગ્ય કેમ મનાય ? જો વ્યાપારી જેવાને પ્રસન્ન કરવા માટે તેની આજ્ઞા પાળવી પડે છે, તો જેઓનું કહેલું આગમ ભણવું છે તે શ્રીજિનેશ્વરદેવોએ જ બતાવેલો તપ કર્યા વિના કાર્યસિદ્ધિ શી રીતે થાય ? જેમ તપ કરીને સિદ્ધ કરેલી વિદ્યા કામ આપે છે, તેમ જ્ઞાનગુણ પણ તપ દ્વારા આત્મસાત્ કરવાથી જ કાર્યસાધક બને છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org