________________
૧૮૦
સંબોધ પ્રકરણ ૩. અવધિજ્ઞાન- ઇંદ્રિય અને મનની અપેક્ષા વિના આત્મશક્તિથી થતો રૂપી દ્રવ્યોનો બોધ. અવધિ=મર્યાદા રૂપી અને અરૂપી એમ બે પ્રકારના દ્રવ્યો છે. તેમાં માત્ર રૂપી દ્રવ્યોને જોઈ શકાય તેવી અવધિવાળું-મર્યાદાવાળું જ્ઞાનતે અવધિજ્ઞાન.૪. મન:પર્યવ જ્ઞાન-અઢી દ્વિીપમાં રહેલા સંપિચેંદ્રિય જીવોના મનનાવિચારોનો=પર્યાયોનોબોધ. ૫. કેવળ જ્ઞાન–ત્રણે કાળનાં સર્વ દ્રવ્યો તથા સર્વ પર્યાયોનું જ્ઞાન કેવળ એટલે ભેદ રહિત. જેમ મતિજ્ઞાન આદિના ભેદો છે તેમ કેવળજ્ઞાનના ભેદો નથી. અથવા કેવળ એટલે શુદ્ધ-સર્વઆવરણ રહિત. અથવા કેવળ એટલે સંપૂર્ણ. અથવા કેવળ એટલે મતિજ્ઞાનાદિથી રહિત અસાધારણ અથવા કેવળ એટલે અનંત=સર્વ દ્રવ્ય-પર્યાયોનો બોધ કરાવનાર.
૫ આચાર આચારના જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર એમ પાંચ ભેદો છે.
૧. જ્ઞાનાચાર– જ્ઞાનપ્રાપ્તિ (તથા રક્ષણ) માટે સદાચારોનું પાલન, તે નીચે મુજબ આઠ પ્રકારે છે–
(ક) કાલાચાર–દ્વાદશાંગીગત કે દ્વાદશાંગીભિન્ન શ્રુતને ભણવાભણાવવાદિ સ્વાધ્યાય માટે જે જે સમય શાસ્ત્રમાં કહ્યો છે તે તે સમયે સ્વાધ્યાયાદિ કરવું અને નિષિદ્ધ અવસરે ન કરવું. કારણ કેશ્રીજિનેશ્વરદેવોની આજ્ઞા “શ્રુત યોગ્યકાળે ભણવું' એવી છે. જગતમાં પણ પ્રસિદ્ધ છે કે ખેતી વગેરે કામો જે જે ઋતુમાં કરવા યોગ્ય છે તે તે ઋતુમાં કરવાથી જ તે સારાં ફળો આપે છે–બીજી ઋતુમાં તે નુકશાનકારક પણ થાય છે; તેમ જ્ઞાન પણ જે કાળે જે ભણવાનું કહ્યું હોય તે કાળે તે ભણવાથી કર્મનાશક-ગુણપ્રાપક બને છે..
(બ) વિનયાચારજેમની પાસે શ્રુત ભણવાનું હોય તે વિદ્યાગુરુ આવે (કે ઊભા હોય) ત્યારે ઊભા થવું, સામે જવું, બેઠા પછી બેસવું, તેઓના પગ ધોવા, આસન આપવું, વગેરે તેમનો વિનય કરવો. કારણ કે–વિનય વિના જ્ઞાન મળતું નથી, મળે તો પણ તે ઈષ્ટફળ આપતું નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org