________________
પરિશિષ્ટ
૧૭૯ ૪. સૂમસંપરાય– જેનાથી સંસારમાં પરિભ્રમણ થાય તે સંપરાય. કષાયોથી સંસારમાં પરિભ્રમણ થાય છે માટે સંપરાય એટલે કષાય. જેમાં કષાય અત્યંત સૂક્ષ્મ હોય તે સૂક્ષ્મસંપરાય. તેના વિશુદ્ધયમાનક અને ક્લિશ્યમાનક એમ બે ભેદ છે. (વિશુક્યમાનક એટલે ઉત્તરોત્તર અધિક વિશુદ્ધ થતું. ક્લિશ્યાનક એટલે ઉત્તરોત્તર હીન વિશુદ્ધિવાળું થતું) ક્ષપક અને ઉપશમ શ્રેણિમાં ચઢતાને વિશુદ્ધયમાનક તથા ઉપશમશ્રેણિમાં પડતાને ક્લિશ્યમાનકસૂક્ષ્મપરાય હોયછે. (આચારિત્રદશમાગુણસ્થાને હોય છે.)
૫. યથાખ્યાત- જિનેશ્વરોએ એવું કહ્યું છે તેવું ચારિત્ર તે યથાખ્યાત. જિનેશ્વરોએ કષાયરહિત ચારિત્રને શ્રેષ્ઠ ચારિત્ર કહ્યું છે. આથી કષાયરહિત ચારિત્ર યથાખ્યાત છે. આ ચારિત્ર ઉપશમક અને ક્ષપક છદ્મસ્થ વીતરાગને, સંયોગી કેવલીને અને અયોગી કેવલીને હોય છે.
. ૫ જ્ઞાન મતિ, શ્રત, અવધિ, મન:પર્યવ અને કેવળ એ પાંચ જ્ઞાન છે. ૧. મતિજ્ઞાન-મન અને ઇંદ્રિયોની સહાયથી થતો બોધ. ૨. શ્રુતજ્ઞાન-મન અને ઇંદ્રિયોની સહાયથી શબ્દ અને અર્થના પર્યાલોચનપૂર્વક થતો બોધ. શબ્દો અને પુસ્તકો બોધરૂપ ભાવશ્રુતનું કારણ હોવાથી દ્રવ્યદ્ભુત છે.
મતિ-કૃતમાં ભેદ– (૧) મતિ અને શ્રત એ બંને જ્ઞાન મન અને ઇંદ્રિયોની સહાયથી થતાં હોવા છતાં કૃતમાં શબ્દ અને અર્થનું પર્યાલોચન હોય છે, જયારે મતિજ્ઞાનમાં તેનો અભાવ હોય છે. (૨) અતિજ્ઞાન વર્તમાન કાળના વિષયને ગ્રહણ કરે છે. જ્યારે શ્રુતજ્ઞાન ત્રણે કાળના વિષયને ગ્રહણ કરે છે. (૩) મતિજ્ઞાનની અપેક્ષાએ શ્રુતજ્ઞાન વિશુદ્ધ છે. આથી શ્રુતજ્ઞાન વડે દૂર રહેલા અને વ્યવહિત ( દીવાલ મિદિના આંતરામાં રહેલા) અનેક સૂક્ષ્મ અર્થોનો બોધ થઇ શકે છે. (૪) શ્રુતજ્ઞાનમાં મન અને ઇન્દ્રિયોની સહાયતા ઉપરાંત આસોપદેશની ( વિશ્વસનીય પુરુષના ઉપદેશની) પણ જરૂર પડે છે. (૫) શ્રુતજ્ઞાન મતિજ્ઞાન વિના ન જ થાય. જ્યારે મતિજ્ઞાન શ્રુતજ્ઞાન વિના પણ હોઈ શકે. (તસ્વાથધિગમસૂત્ર–પહેલા અધ્યાયના ૨૦મા તથા ૩૧મા સૂત્રના ભાષ્ય આદિના આધારે.)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org