________________
૧૭૮
સંબોધ પ્રકરણ તપના જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકાર છે. તે આ પ્રમાણે ઉનાળામાં જઘન્ય ઉપવાસ, મધ્યમ છઠ્ઠ અને ઉત્કૃષ્ટ અઠ્ઠમ. શિયાળામાં જઘન્ય છઠ્ઠ, મધ્યમ અઠ્ઠમ અને ઉત્કૃષ્ટ ચાર ઉપવાસ. ચોમાસામાં જઘન્ય ત્રણ ઉપવાસ, મધ્યમ ચાર ઉપવાસ અને ઉત્કૃષ્ટ પાંચ ઉપવાસ. (આ ત્રણ પ્રકારમાંથી જે તપની ભાવના-શક્તિ હોય તે તપ કરે.)
પારણે આયંબિલ કરે. તથા સાત પ્રકારની ભિક્ષામાંથી પ્રારંભની બે ભિક્ષા ક્યારે પણ ન લે. બાકીની પાંચ ભિક્ષામાંથી પણ દરરોજ “આજે મારે બે જ ભિક્ષા લેવી-બેથી વધારે ભિક્ષા ન લેવી.” એમ બે ભિક્ષાનો અભિગ્રહ કરીને ત્રણ ભિક્ષાનો ત્યાગ કરે છે. એ બે ભિક્ષામાં એક પાણીની અને એક આહારની હોય. આ પ્રમાણે છ મહિના સુધી કરે. બાકીના પાંચ સાધુઓ છ મહિના સુધી દરરોજ ઉક્ત રીતે બે ભિક્ષાના અભિગ્રહપૂર્વક આયંબિલ કરે. પછી જે વેયાવચ્ચ કરનારા હતા તે છે મહિના સુધી પરિહાર તપ કરે અને પરિવાર તપ કરનારા હતા તે તેમની વેયાવચ્ચ કરે. પછી વાચનાચાર્ય છ મહિના સુધી પરિહાર તપ કરે. બાકીના આઠમાંથી સાત વેયાવચ્ચ કરે અને એક વાચનાચાર્ય બને. આ પ્રમાણે પરિવાર કલ્પનો અઢાર મહિના કાળ છે. આ કલ્પ પૂર્ણ થયા પછી જિનકલ્પનો સ્વીકાર કરે અથવા ગચ્છમાં રહે. તીર્થંકર પાસે કે જેણે તીર્થંકર પાસે પરિહારકલ્પનો સ્વીકાર કર્યો હોય તેની પાસે પરિહારકલ્પનો સ્વીકાર થઈ શકે છે, બીજા કોઈ પાસે નહિ.
પરિહારકલ્પનું વિશેષ સ્વરૂપ અન્ય ગ્રંથોમાંથી જાણી લેવું. પરિહારકલ્પને પાલન કરનારાઓનું ચારિત્ર પરિહારવિશુદ્ધિ છે.
૧. સાત ભિક્ષા આ પ્રમાણે છે-(૧) અસંસૃષ્ટ-વહોરાવવા નિમિત્તે વહોરાવનારનો હાથ અને
વાસણ ન ખરડાય તે રીતે વહોરવું, (૨) સંસૃષ્ટા-વહોરાવવા નિમિત્તે વહોરાવનારનો હાથ અને વાસણ ખરડાય તે રીતે વહોરવું. (૩) ઉદ્ઘતા–ગૃહસ્થ પોતાના માટે મૂળ વાસણમાંથી બીજા વાસણમાં કાઢેલું ભોજન વહોરવું. (૪) અલ્પલેપા-પાત્ર આદિને લેપ ન લાગે તેવી (નિરસ વાલ વગેરે) ભિક્ષા. (૫) અવગૃહીતા–ભોજન વખતે થાળી વાટકી આદિમાં કાઢીને ભોજન કરનારને આપેલા આહારની ભિક્ષા. (૬) પ્રગૃહીતા -ભોજન વખતે જમવા બેઠેલાને પીરસવા માટે મૂળ વાસણમાંથી ચમચા વગેરેમાં કાઢેલો આહાર ભોજન કરનારને ન આપતાં સાધુને વહોરાવે. અથવા જમનાર પોતાના માટે હાથમાં લીધેલી વસ્તુ સાધુને વહોરાવે.
(૭) ઉક્કિતધામગૃહસ્થને નિરુપયોગી તજી દેવા યોગ્ય (વધેલા) આહારની ભિક્ષા. Jain Education International For Personal & Private Use Only
www.jainelibrary.org