________________
પરિશિષ્ટ
૧૭૭
સામાયિક, પરિહારવિશુદ્ધિસામાયિક.. અર્થાત્ ચારિત્રના છેદોપસ્થાપન વગેરે અને જિનકલ્પિક વગેરે ભેદો પરમાર્થથી તો સર્વસાવદ્યયોગવિરતિરૂપ સામાયિકના જ ભેદો-જુદી જુદી કક્ષાઓ છે.] સામાયિકના ઈવર અને યાવત્કથિક એમ બે પ્રકાર છે. જે થોડા ટાઈમ સુધી રહે તે ઇવરસામાયિક. ઈતરસામાયિક ભરત અને ઐરાવત ક્ષેત્રમાં પહેલા અને છેલ્લા તીર્થંકરના તીર્થમાં જેને મહાવ્રતોનું આરોપણ કરવામાં આવ્યું નથી તેવા નવદીક્ષિત સાધુને હોય. જે જીવનપર્યત રહે તે યાવસ્કથિક સામાયિક. આ સામાયિક ભરત-ઐરવતક્ષેત્રમાં મધ્યમ બાવીશ જિનેશ્વરોના અને મહાવિદેહમાં સર્વતીર્થકરોના તીર્થમાં રહેલા સાધુઓને હોય. કારણ કે તેમને બીજું છેદોપસ્થાપન ચારિત્ર હોતું નથી.
૨. છેદોપસ્થાપન– જેમાં પૂર્વપર્યાયનો છેદ કરીને મહાવ્રતોનું ઉપસ્થાપન-આરોપણ કરવામાં આવે તે છેદોપસ્થાપન. તેના સાતિચાર અને નિરતિચાર એમ બે ભેદ છે. ઇવર સામાયિકવાળા નવદીક્ષિતને અપાતું છેદોપસ્થાપન નિરતિચાર છે. અથવા એક તીર્થકરના તીર્થમાંથી બીજા તીર્થકરના તીર્થમાં જનારા સાધુને અપાતું છેદોપસ્થાપન નિરતિચાર છે. જેમ કે–પાર્શ્વનાથના તીર્થમાંથી મહાવીર સ્વામીના તીર્થમાં જનારા સાધુને પાંચ મહાવ્રતોનું આરોપણ, મૂલગુણોનો ઘાત કરનારને ફરીથી મહાવ્રતોનું આરોપણ કરવામાં આવે તે સાતિચાર છેદોપસ્થાપન છે.
૩. પરિહારવિશુદ્ધિ-તપવિશેષને પરિહાર કહેવામાં આવે છે. જેમાં પરિહાર તપથી વિશુદ્ધિ હોય તે પરિહાર વિશુદ્ધિ ચારિત્ર. તેના નિર્વિશમાનક અને નિર્વિકાયિક એમ બે ભેદ છે. વર્તમાનમાં પરિહારવિશુદ્ધિનું સેવન કરી રહેલા સાધુઓ નિર્વિશમાનક છે. પરિવારવિશુદ્ધિચારિત્ર તેમનાથી ભિન્ન ન હોવાથી તેમનું પરિહારવિશુદ્ધિ ચારિત્ર પણ નિર્વિશમાનક કહેવાય. જેમણે પરિહારવિશુદ્ધિનું સેવન કરી લીધું છે તે સાધુઓ નિર્વિષ્ટકાયિક છે. ચારિત્ર તેમનાથી ભિન્ન ન હોવાથી તેમનું પરિહારવિશુદ્ધિ ચારિત્ર પણ નિર્વિકાયિક છે.
આ ચારિત્રમાં નવ સાધુઓનો ગણ હોય છે. તેમાં ચાર પરિહાર તપનું સેવન કરે, બીજા ચાર તેમની સેવા કરે અને એક વાચનાચાર્ય બને. પરિહાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org