________________
૧૭૬
સંબોધ પ્રકરણ કરવું, તેમના જીવન પ્રસંગોનું વર્ણન કરવું, તેમના ગુણો બોલવા તે. કીર્તનભક્તિ છે. ભગવાનના નામો કે જીવન પ્રસંગો અથવા સભૂત બાહ્ય કે આંતરિક ગુણોનું વર્ણન જેમાં આવતું હોય તેવી રચનાને સ્તુતિ, સ્તોત્ર કે સ્તવન કહેવામાં આવે છે. વર્તમાનમાં પ્રભુ સમક્ષ કરવામાં આવતી સ્તુતિ અને ચૈત્યવંદન તથા બોલવામાં આવતા સ્તવનો અને સ્તોત્રોનો કીર્તનભક્તિમાં સમાવેશ થાય છે. ૪. વંદન– ભગવાનને બે હાથ જોડી મસ્તક નમાવીને પ્રણામ કરવા, ખમાસમણાથી પ્રણામ કરવા વગેરે વંદનભક્તિ છે. ૫. સેવન- ચંદન વગેરેથી પ્રભુની પૂજા કરવી એ સેવનભક્તિ છે.
૫ સવર પાંચ આસ્રવોથી વિપરીત પાંચ સંવર છે. તે આ પ્રમાણે–૧. સમ્યકત્વ, ૨. વિરતિ, ૩. અપ્રમાદ, ૪. કષાયનો અભાવ અને પ. યોગનો અભાવ. અથવા ૧. અષ્ટપ્રવચનમાતા, ૨. ૨૨ પરિષહો, ૩. ૧૦ યતિધર્મ, ૪. ૧૨ ભાવના અને ૫. પ ચારિત્ર. તત્ત્વાર્થાધિગમ અ.૯ સૂ.૨)
૫ સ્વાધ્યાય - જુઓ ૫ આચારમાં તપાચાર.
૫ ચારિત્ર ચારિત્રના સામાયિક આદિ પાંચ ભેદોનું સ્વરૂપ આ પ્રમાણે છે– ૧. સામાયિક–સમ અને આય એ બે શબ્દોથી સામાયિક શબ્દ બન્યો છે. સમ એટલે રાગાદિ વિષમતાથી રહિત જ્ઞાનાદિગુણો. આય એટલે લાભ. રાગાદિ વિષમતાથી રહિત જ્ઞાનાદિગુણોનો લાભ તે વ્યાકરણના નિયમ પ્રમાણે વ પ્રત્યય લાગતાં) સામાયિક. સામાયિક સકલસાવઘયોગોની વિરતિરૂપ છે. આ વ્યાખ્યા સામાયિકના ભેદોની વિવક્ષા વિના સર્વસામાન્ય સામાયિકની છે. સામાયિકના ભેદોની વિવક્ષા કરવાથી આ (=સર્વસાવઘયોગોની વિરતિ રૂપ) જ સામાયિક શબ્દથી અને અર્થથી ભિન્ન ભિન્ન બની જાય છે. જેમ કે છેદોપસ્થાપન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org