________________
પરિશિષ્ટ
૧૭૫
ભાવાર્થ— ૧. ઉન્માર્ગદેશક- એટલે જ્ઞાનાચાર વગેરે પંચાચારરૂપ પોતે સ્વીકારેલા મોક્ષમાર્ગને દોષિત જણાવીને એથી વિપરીત (અસત્ય) માર્ગને સત્ય માર્ગ તરીકે પ્રરૂપવો તેને ઉન્માર્ગદેશના કહેવાય, તેને કરનારો. ૨. માર્ગદૂષક– અહીં ભાવમાર્ગ એટલે મોક્ષમાર્ગ, તેને અને તે માર્ગને પામેલા સાધુ-સાધ્વીઓ વગેરેને દૂષણ દેનારો, ૩. માર્ગવિપ્રતિપત્તિક— એટલે ખોટાં દૂષણોથી સત્ય(મોક્ષ)માર્ગને દૂષિત કરીને જમાલીની જેમ દેશથી (અમુક અંશે) ઉન્માર્ગને સ્વીકારનારો, ૪. મોહમૂઢ એટલે અન્યધર્મીઓની સમૃદ્ધિ જોઇને સૂક્ષ્મ ભાવોમાં (ગહન અર્થમાં) મોહ કરનારો મૂઢ અને ૫. મોહજનક— એટલે સ્વભાવથી અથવા કપટથી બીજાઓને ઊલટા માર્ગે ચઢાવનારો. એ પાંચ પ્રકારે વર્તન કરનારો સાંમોહી ભાવનાવાળો કહેવાય છે.”
૫ નિદ્રા
૧. નિદ્રા—– જેમાં સુખેથી જાગી શકાય. ૨. નિદ્રાનિદ્રા— જેમાં દુઃખેથી જાગી શકાય. ૩. પ્રચલા– જેમાં બેઠા કે ઊભા ઊભા ઊંઘ આવે. (ઝોકા આવે.) ૪. પ્રચલા-પ્રચલા– જેમાં ચાલતાં-ચાલતાં ઊંઘ આવે. ૫. સ્થાનદ્ધિ દિવસે જાગૃત અવસ્થામાં ચિંતવેલ અશક્ય કાર્ય રાત્રે ઊંઘમાં જઇને કરી આવે. આ વખતે શરીરમાં ઘણું બળ એકઠું થાય છે. જો પ્રથમ સંઘયણ હોય તો આ નિદ્રામાં વાસુદેવ કરતાં અડધું બળ હોય અને બાકીના સંઘયણમાં પોતાના બળ કરતા ૩-૪ ગણું બળ હોય છે. આ નિદ્રાવાળા જીવો મરીને નિયમા નરકમાં જાય છે.
૫ ભક્તિ
પુષ્પ, અક્ષત, ગંધ (=વાસચૂર્ણ), ધૂપ અને દીપ એ પાંચ દ્રવ્યોથી પૂજા કરવી તે પાંચ ભક્તિ છે, અથવા શ્રવણ, ચિંતન, કીર્તન, વંદન અને સેવન એમ પાંચ ભક્તિ છે. ૧. શ્રવણ– ભગવાનના નામનું, જીવન પ્રસંગોનું અને ગુણોનું શ્રવણ કરવું તે શ્રવણભક્તિ. ૨. ચિંતન– ભગવાનના નામનું જીવન પ્રસંગોનું અને ગુણોનું ચિંતન કરવું તે ચિંતનભક્તિ. ૩. કીર્તન– ભગવાનના નામનું, જીવન પ્રસંગોનું અને ગુણોનું કીર્તન કરવું તે કીર્તનભક્તિ. અર્થાત્ પ્રભુના નામનું ઉચ્ચારણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org