________________
૧૭૪
સંબોધ પ્રકરણ
एआणि गारवट्ठा, कुणमाणो आभिओगिअं बंधे । बीअं गारवरहिओ, कुव्वइ आराहगु( उ)च्चं च ॥
(જીવતુ૦૨૬૪૮) ભાવાર્થ– “ગારવને (મોટાઈને) માટે આ કૌતુક વગેરે કરનારો આભિયોગિક એટલે દેવ વગેરેની ચાકરીને કરાવનારું કર્મ બાંધે છે. વી એટલે દ્વિતીય (અપવાદ) પદે તો ગૌરવરહિત થઈને નિસ્પૃહતાથી શાસનપ્રભાવના માટે કરે તે આરાધક બને છે અને ઉચ્ચ ગોત્રકર્મને બાંધે છે.”
૪. આસુરી– આ ભાવના પણ ૧. સદા વિગ્રહ કરવાનો સ્વભાવ, ૨. સંસક્ત તપ, ૩. નિમિત્તકથન, ૪. નિષ્કપા અને પ. અનુકંપારહિતપણું, એમ પાંચ પ્રકારે થાય છે. કહ્યું છે કે
सइ विग्गहसीलतं, संसत्ततवो निमित्तकहणं च । निक्किवयावि य अवरा, पंचमगं निरणुकंपत्तं ॥
(પ્રવચનસાર ૬૪) ભાવાર્થ– ૧. સદા વિગ્રહશીલપણું- એટલે કલહ કર્યા પછી પણ પશ્ચાત્તાપ ન થાય અને ક્ષમાપનાદિ કરવા છતાં પ્રસન્નતા ન થાય, એવો વિરોધની (વરની) પરંપરા વધારનારો સ્વભાવ. ૨. સંસક્તત૫– એટલે આહારાદિની અભિલાષાથી કરેલો તપ. ૩. નિમિત્તકથન- એટલે અષ્ટાંગનિમિત્તોને કહેવાં. ૪. કૃપારહિતતા– એટલે સ્થાવર જીવોની વિરાધના કરવા છતાં પશ્ચાત્તાપ ન થાય તેવું નિર્દયપણું અને પ. અનુકંપારહિતપણું – એટલે કોઇને કંપતો-દુઃખી જોવા છતાં દયા ન થાય તેવું કઠોરપણું. એ પાંચ કરનારને આસુરી ભાવનાવાળો કહ્યો છે.”
૫. સાંમોહી– આ ભાવના ૧. ઉન્માર્ગની દેશના દેવી, ૨. માર્ગને દૂષિત કરવો, ૩. માર્ગથી વિપરીત ચાલવું, ૪. મોહ કરવો અને પ. મોહ કરાવવો, એમ પાંચ પ્રકારે થાય છે. કહ્યું છે કે
उम्मग्गदेसओ मग्ग-दूसओ मग्गविप्पडीवत्ती । मोहेण य मोहित्ता, संमोहं भावणं कुणइ ॥
(પૐવસ્તુ૦૨૬૯)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org