________________
પરિશિષ્ટ
૧૭૩
આચાર્યની નિંદા. સાધુઓ નિષ્ફર છે, સહનશીલ નથી, વિહાર કરતા નથી, અથવા ગામોગામ રખડે છે, લાચાર ભીખારી છે, વારંવાર રોષતોષ કરે છે, ઈત્યાદિ પ્રકારે વિરુદ્ધ બોલવું તે ૪. સર્વ સાધુઓની નિંદા જાણવી. પોતાના દોષોને છૂપાવવા, બીજાના છતા પણ ગુણોને છૂપાવવા, ચોરની જેમ સર્વથી શંકાશીલ રહેવું અને સર્વ કાર્યોમાં ગૂઢ હૈયાવાળા રહેવું તે પ. માયાકરણ. એ પાંચ પ્રકારે કૈલ્બિષિકી ભાવના છે.”
૩. આભિયોગિકી ભાવના ૧. કૌતુક, ૨. ભૂતિકર્મ, ૩. પ્રશ્ન, ૪. પ્રશ્નાપ્રશ્ન અને પ. નિમિત્ત, એ પાંચ ઉપાયોથી આજીવિકા મેળવવી. તે પાંચ પ્રકારો આભિયોગિકી ભાવનાના છે. કહ્યું છે કેकोअ भूईकम्मे, पसिणा इअरे णिमित्तमाजीवी । इड्डिरससायगुरुओ, अभिओगं भावणं कुणइ ॥
(જીવતુ હૃ૪૩) ભાવાર્થ– “કૌતુક, ભૂતિકર્મ, પ્રશ્ન, પ્રશ્નાપ્રશ્ન અને નિમિત્તોથી જીવનારો તથા રસ, ઋદ્ધિ અને શાતાગારવવાળો જીવ આભિયોગિકી ભાવનાવાળો જાણવો. તેમાં ૧.કૌતુક–એટલે બાળક વગેરેની રક્ષા માટે (મંત્ર) સ્નાન કરાવવું, (માથે અથવા શરીરે મંત્રોચ્ચારપૂર્વક) હાથ ફેરવવો, થુથુકાર કરવો કે બલિદાન-ધૂપ વગેરે કરવા. ૨. ભૂતિકર્મ– એટલે મકાનની, શરીરની કે પાત્ર વગેરે વસ્તુઓની રક્ષા માટે ભસ્મ કે માટી ચોપડવી-લગાડવી, અથવા સૂત્ર (દોરો) વીંટવા (બાંધવા). ૩. પ્રશ્ન- એટલે લાભ-હાનિ વગેરે જાણવા માટે બીજાને પ્રશ્ન પૂછવા, અથવા સ્વયં અંગુઠો, દર્પણ, ખગ, પાણી વગેરે જોવું, ઇત્યાદિ. ૪. પ્રશ્નાપ્રશ્ન– એટલે સ્વયં કે વિદ્યાએ (અધિષ્ઠાતા દેવીએ) કહેલું (ગુહ્ય) બીજાને કહેવું.પ.નિમિત્ત-એટલે ત્રણેય કાળની વસ્તુને જણાવનાર જ્ઞાન વિશેષ ભણવું-જાણવું. રસગારવ વગેરે ગારવામાં આસક્ત થઇને, તે તે પદાર્થો મેળવવા માટે એ પાંચ પ્રકારો સેવનારા સાધુને તે અભિયોગ (ચાકરી) કરાવનારાં (નીચ ગોત્ર) કર્મબંધનાં કારણો બને છે, માટે તેવાં કાર્યો નહિ કરવાં. અપવાદ પ્રસંગે નિઃસ્પૃહભાવે શાસનપ્રભાવના માટે તેમ કરનારને આરાધકપણું અને ઉચ્ચ ગોત્રકર્મનો બંધ થાય છે. કહ્યું છે કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org