________________
૧૭૨
સંબોધ પ્રકરણ
તથા સ્વભાવે બેઠાં બેઠાં પણ અહંકારના અતિશયથી ફૂલાવું. ૪. હાસ્યએટલે ભાંડની જેમ વિચિત્ર વેષ કરીને કે વિચિત્ર વચનો બોલીને પોતાને-પાને હાસ્ય ઉપજાવવું, તથા પ. પરવિસ્મય- બીજાનાં છિદ્રો (દૂષણો) શોધવા અને ઇન્દ્રજાળ' વગેરે કુતૂહલો કરીને બીજાને આશ્ચર્ય કરવું કે પ્રહેલિકા (એટલે ગૂઢ આશયવાળા પ્રશ્નો) અથવા વાતોથી અને કુહેડક (એટલે ચમત્કારી મંત્ર-તંત્ર) વગેરેથી પોતે વિસ્મય નહિ પામતાં બીજાઓના મનમાં વિસ્મય પ્રગટ કરવો.” એમ પાંચ પ્રકારની કાન્દર્પ ભાવના (ચેષ્ટા) વર્જવી.'
૨. કૅલ્બિષિકી– ૧. દ્વાદશાંગીરૂપ શ્રુતજ્ઞાન, ૨. કેવલી, ૩. ધર્માચાર્ય, ૪. સર્વ સાધુઓ, એ ચારના અવર્ણવાદ બોલવા તથા પ. સ્વદોષોને છૂપાવવા માટે કપટ કરવું, એમ પાંચ પ્રકારો કૈલ્બિષિકી ભાવનાના છે. કહ્યું છે કેनाणस्स केवलीणं, आयरिआण सव्वसाहूणं । भासं अवण्णमाई, किदिवसि भावणं कुणइ ॥
(પજીવતુ૦૨૬૩૬) ભાવાર્થ– “શાસ્ત્રોમાં એ જ છકાય જીવોની કે વ્રતો વગેરેની વાતો વારંવાર કહી છે, વારંવાર અપ્રમાદનું વર્ણન કર્યું છે. મોક્ષ માટે જ્યોતિષ વગેરે નિમિત્તશાસ્ત્રોની શું જરૂર છે? ઈત્યાદિ દુષ્ટ બોલવું તે ૧. શ્રુતજ્ઞાનની નિંદા કેવળીછતાં સર્વનેતારતાં નથી માટે પક્ષપાતી છે, સર્વને સરખો ઉપદેશ કરતાં નથી, વગેરે અવર્ણ બોલવા તે ૨. કેવલજ્ઞાનીઓની નિંદા. આ અમુક આચાર્યની જાતિ હલકી છે, વગેરે તેઓની સાચી-ખોટી નિંદા કરવી, પ્રસંગે પણ સેવા નહિ કરવી, છિદ્રો જોવાં, ઈત્યાદિ ૩. ૧. “ભાવ” મનનું કાર્ય છે, એ કારણે ભાવનાઓ માનસિક વ્યાપારરૂપે હોય. છતાં પણ અહીં કાજપ અને તે પછીની ચાર ભાવનાઓમાં પ્રાયઃ કાયિક-વાચિક વ્યાપાર જણાવ્યો છે, તેથી એ સમજવાનું છે કે–અહીં જણાવેલી ભાવનાઓરૂપ કાયિક-વાચિક વ્યાપાર તેવા તેવા માનસિક ભાવોને યોગે સંભવિત છે, અથવા બીજાઓને તેવો તેવો મનોભાવ પ્રગટાવનારો છે, માટે તેને ભાવનાઓ કહેવી અનુચિત નથી. સામાન્યતયા સાધુજીવન જ ઔચિત્યશિસ્તથી સુશોભિત હોય, ત્યાં આવી દુષ્ટ પ્રવૃત્તિ ઘટતી જ નથી, તો પણ અનાદિ વાસનાઓથી વાસિત જીવને આવું વર્તન થવું અસંભવિત નથી; માટે તેનો ત્યાગ કરવાનું અને અનશનમાં તો તેને અવશ્ય તજવાનું જણાવ્યું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org