________________
પરિશિષ્ટ
૧૭૧ યોગ્ય છે. ચારિત્રવાન પણ જો તેવા સંક્લેશથી (દુષ્ટ સ્વભાવથી) તેવી તેવી ભાવનાઓ સેવે, તો તે પણ તેવી હલકી દેવજાતિમાં ઉત્પન્ન થાય છે. કહ્યું છે કે
जो संजओवि एआसु, अप्पसत्थासु वट्टइ कहिंचि । તો (તો) બ્રહે, છ, સુણ જ રહી છે.
(પજીવતુ૦૨૬૨૨) ભાવાર્થ– “સંયમી છતાં જે વ્યવહારમાં ભાવની મંદતાથી આ અપ્રશસ્ત ભાવનાઓને સેવે, તે તેવા પ્રકારના હલકા દેવોમાં ઉપજે છે અને તેનામાં ચારિત્રધર્મની ભજના હોય છે. અર્થાત્ તે સર્વથા -(ભાવ)ચારિત્રરહિત અથવા દ્રવ્ય)ચારિત્રરહિત હોય તેથી કદાચિત તેવી દેવજાતિમાં અને કદાચિત નારક, તિર્યંચ અથવા (હલકી) મનુષ્યજાતિમાં પણ ઉપજે.” એ પાંચેય ભાવનાઓના પ્રત્યેકના પાંચ પાંચ પ્રકારો છે. તેમાં–
૧. કાદર્પ ભાવના ૧. કન્દર્પ, ૨. કૌત્કચ્ય, ૩. દ્રુતશીલત્વ, ૪. હાસ્ય અને પ. પરવિસ્મય, એ પાંચ પ્રકારની ચેષ્ટાઓને યોગે પાંચ પ્રકારની છે. કહ્યું છે કે
कंदप्पे कुक्कुइए, दवसीले आवि हासणपरे अ। વિષ્ણાતો આ પt, | માવ રૂ .
(પજીવ૦૨૬૩૦) વ્યાખ્યા- “૧. કદ– એટલે અટ્ટહાસ્ય કરવું, અથવા સ્વભાવે હસવું, ગુર્નાદિને પણ નિષ્ફર (કઠોર) કે વક્ર વગેરે દુષ્ટ વચનો કહેવાં, કામની (વિષયની) વાતો કરવી, તેવો ઉપદેશ દેવો કે કામકથાની પ્રશંસા કરવી, ઇત્યાદિ સર્વ “કન્દર્પ સમજવો. ૨. કૌ—– ભાંડના જેવી ચે, તે કાયાથી અને વચનથી એમ બે પ્રકારે થાય. તેમાં ભ્રકુટી, નેત્રો વગેરે શરીરના અવયવોનો વિકાર કરીને પોતે હસતાં બીજાઓને હસાવવા તે “કાયકૌત્કચ્ય અને હાસ્યજનક વચનો બોલીને બીજાઓને હસાવવા તે “વચનકીત્યુચ્ય” જાણવું. ૩. દ્રુતશીલત– અવિરતિપણે સંભ્રમના આવેશથી જલદી બોલવું, જલદી ચાલવું, જલદી કાર્ય કરવું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org