________________
૧૭૦ *
- સંબોધ પ્રકરણ ઢીંચણોની વચ્ચે ખોળામાં) બે ભુજાઓ રાખવી તે અંતોવેદિકા. પ્રતિલેખનામાં આ દોષોનો ત્યાગ કરવો. (પંચવસ્તક-૧૪૮)
પ પ્રવચનાંગો અંગ એટલે હેતુ. સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા અને તીર્થકર આ પાંચ પ્રવચનનાં અંગો છે. એના વિના પ્રવચન ન હોય.
૫ મહાવ્રત હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહ એ પાંચ પાપોને મનવચન-કાયાથી ન કરવું-ન કરાવવું-ન અનુમોદવું એમ નવ ભાંગાથી જીવન પર્યત ત્યાગ કરવો તે પાંચ મહાવ્રત છે.
૫ અશુભ ભાવનાઓ कान्दी कैल्बिषिकी, चाऽभियोगिक्यासुरी तथा । सांमोही चेति पञ्चानां, भावनानां विवर्जनम् ॥,१५२ ॥ મૂળનો અર્થ– ૧. કાદર્પ, ૨. કૈલ્બિષિકી, ૩. આભિયોગિકી, ૪. આસુરી અને ૫. સાંમોહી, એ પાંચ દુષ્ટ ભાવનાઓનો ત્યાગ કરવો. કન્દર્પ– કામ, તે જેમાં મુખ્ય છે, તેવા નિરંતર મશ્કરી (કુતૂહળ-ક્રીડા) વગેરેમાં આસક્તપણાને લીધે ભાંડ જેવા કન્દર્પ જાતિના દેવો હોય છે. તેઓની ભાવનાને ૧. કાન્દર્પ કહી છે. એ પ્રમાણે કિલ્બિષ' એટલે પાપકારી હોવાથી અસ્પૃશ્ય વગેરે સ્વરૂપવાળા દેવો, તેને “કિલ્શિષ” કહ્યા છે. તેઓની ભાવનાને ૨. કૈલ્બિષિકી સમજવી. “આભિયોગિક= ‘આ’ એટલે સર્વ રીતે, “અભિયોગ” એટલે જોડવું, અર્થાત્ દરેક કાર્યમાં જોડી શકાય તે “આભિયોગા' અર્થાત્ કિંકરતુલ્ય દેવોની જાતિ. તેઓની ભાવનાને ૩. આભિયોગિક જાણવી, “અસુરા' એટલે ભુવનપતિ દેવોની એક જાતિ. તેઓની ભાવનાને ૪. આસુરી કહી છે. સંમોહ–સંમોહ પામે (મુંઝાય), તેવા મૂઢ દેવોને “સંમોહા’ કહેલા છે. તેવા દેવોની ભાવનાને ૫. સાંમોહી જાણવી. એ પાંચ દુષ્ટ ભાવનાઓ, અર્થાત વારંવાર તેવા સ્વભાવવાળું વર્તન કરવાનું અનશન કરનારે સર્વથા તજી દેવું જોઇએ, કારણ કે-(આત્મશુદ્ધિ માટે કરેલા) અનશનમાં તો તે અવશ્ય તજવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org