________________
પરિશિષ્ટ
૧૬૯
કોઇ નિયતિવાદી છે તે નિયતિ સિવાય બીજા કશાને કા૨ણ ન માનતાં પોતાના પક્ષની પુષ્ટિમાં કહે છે કે જે સાંપડવાનું હોય તે સારું કે નરસું સાંપડે જ છે, ન થવાનું થતું નથી અને થવાનું મટતું નથી; તેથી તે બધું નિયતિને આભારી છે, એમાં કાળ, સ્વભાવ કે બીજા એકે કારણને સ્થાન નથી.
કોઇ અદૃષ્ટવાદી અદૃષ્ટને જ કારણ માની તેની પુષ્ટિમાં કહે છે કે બધા માણસો પૂર્વસંચિત કર્મયુક્ત જન્મે છે અને પછી તેઓ પોતે ધાર્યુ ન હોય તેવી રીતે સંચિત કર્મના પ્રવાહમાં તણાય છે. માણસની બુદ્ધિ સ્વાધીન નથી, પૂર્વાજિત સંસ્કા૨ પ્રમાણે જ તે પ્રવર્તે છે માટે અદૃષ્ટ જ બધાં કાર્યોનું કારણ છે.
કોઇ પુરુષવાદી પુરુષને ફક્ત કારણ માની તેની પુષ્ટિમાં કહે છે કે જેમ કરોળિયો બધા તાંતણા સરજે છે, જેમ ઝાડ બધા ફણગાઓ પ્રગટાવે છે તેમ જ ઇશ્વર જગતના સર્જન પ્રલય અને સ્થિતિનો કર્તા છે. ઇશ્વર સિવાય બીજું કશું જ કારણ નથી. જે કારણરૂપે બીજું દેખાય છે તે પણ ઇશ્વરને જ અધીન છે તેથી બધું જ ફક્ત ઇશ્વરતંત્ર છે.
આ પાંચે વાદો યથાર્થ નથી, કારણ કે તે દરેક પોતાના મંતવ્યો ઉપરાંત બીજી બાજુ જોઇ શકતા ન હોવાથી અપૂર્ણ છે અને છેવટે બધા પારસ્પરિક વિરોધથી જ હણાય છે. પણ જ્યારે એ પાંચે વાદો પરસ્પર વિરોધીપણું છોડી એક જ સમન્વયની ભૂમિકા ઉપર આવી ઊભા રહે છે ત્યારે તેઓમાં પૂર્ણતા આવે છે અને પારસ્પરિક વિરોધ જતો રહે છે; એટલે તે યથાર્થ બને છે. એ સ્થિતિમાં કાળ સ્વભાવ આદિ ઉક્ત પાંચે કારણોનું કાર્યજનક સામર્થ્ય જે પ્રમાણસિદ્ધ છે તે સ્વીકારાય છે અને એકે પ્રમાણસિદ્ધ કારણોનો અપલાપ થતો નથી. (સન્મતિ પ્રકરણના ગુજરાતી અનુવાદમાંથી સાભાર ઉદ્ભુત.)
૫ વેદિકાદિશુદ્ધિ
ઊર્ધ્વવેદિકા, અધોવેદિકા, એકતોવેદિકા, દ્વિધાવેદિકા અને અંતોવેદિકા એમ પાંચ પ્રકારે વેદિકા છે. બે ઢીંચણો ઉપર હાથ (કોણી) રાખીને પ્રતિલેખના ક૨વી તે ઊર્ધ્વવેદિકા, બે ઢીંચણની નીચે (બે સાથળો વચ્ચે) હાથ રાખવા તે અધોવેદિકા. એક ઢીંચણના આંતરે બે હાથ રાખવા તે એકતોવેદિકા. બે હાથની વચ્ચે બે ઢીંચણ રાખવા તે દ્વિધાવેદિકા. બે
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org