________________
૧૬૮ -
સંબોધું પ્રકરણ ૫. સાસ્વાદન- પહેલાં જણાવ્યું તેમ ઔપશમિક સમ્યકત્વવંત કોઈ પતિતપરિણામી જીવને અંતરકરણમાં વર્તતાં, જઘન્યથી જ્યારે છેલ્લો સમય બાકી રહે અને ઉત્કૃષ્ટથી તેની છેલ્લી છ આવલીઓ બાકી રહે, ત્યારે અનંતાનુબંધી કષાયનો ઉદય થતાં સમ્યકત્વથી પડવા માંડે, અર્થાત સમ્યકત્વનું વમન કરે; ત્યારે ખીરનું ભોજન કર્યા પછી વમન વેળાએ પણ તેનો કાંઇક સ્વાદ રહે તેમ) તે કાળે જીવને પણ સમ્યક્ત્વનો કાંઈક આસ્વાદ હોય માટે તેને “સાસ્વાદન સમ્યકત્વ' કહેવાય છે. ઉપશમસમકિતનું વમન થતાં મિથ્યાત્વનો ઉદય થયા પહેલાં, વચ્ચે જઘન્યથી એક સમયનું અને ઉત્કૃષ્ટથી છ આવલીકા પ્રમાણ આ સમ્યક્ત્વ જીવને પડતી વેળાએ હોય છે.
૫ વ્યવહાર જુઓ આલોચના અધિકાર ગાથા-૬૬ થી ૭૮. .
( ૫ કારણ , कालो सहाव णियई पुव्वकयं पुरिस कारणेगंता । મિચ્છ તે વેવ (૩) સમાગો હાંતિ સમત્ત છે પરૂ છે
અર્થ– કાલ, સ્વભાવ, નિયતિ, પૂર્વકૃત-અદષ્ટ અને પુરુષરૂપ કારણ વિષેના એકાંતવાદો મિથ્યાત્વ-અયથાર્થ છે અને તે જ વાદો સમાસથીપરસ્પરતાપેક્ષપણે મળવાથી સમ્યક્ત્વ યથાર્થ છે.
ભાવોદ્ઘાટન કાર્યની ઉત્પત્તિ કારણને આભારી છે. કારણ વિષે પણ અનેક મતો છે. તેમાંથી અહીં પાંચ કારણવાદોનો ઉલ્લેખ છે.
કોઈ કાલવાદી છે જેઓ ફક્ત કાલને જ કારણ માની તેની પુષ્ટિમાં કહે છે કે જુદાં જુદાં ફળો વરસાદ શરદી ગરમી વગેરે બધું ઋતુભેદને જ આભારી છે અને ઋતુભેદ એટલે કાળવિશેષ.
કોઈ સ્વભાવવાદી છે જેઓ ફક્ત સ્વભાવને જ કાર્યમાત્રનું કારણ માની તેના સમર્થનમાં કહે છે કે પશુઓનું સ્થળગામિપણું, પક્ષીઓનું ગગનગામિપણું અને ફળનું કોમળપણું તેમજ કાંટાનું તિક્ષ્ણપણુંઅણીદારપણું એ બધું પ્રયત્ન કે કોઈ બીજા કારણથી નહિ પણ વસ્તુગત સ્વભાવથી જ સિદ્ધ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org