________________
સંબોધ પ્રકરણ
कालेन दिवसे उक्ते मार्गे उत्पथवजिते। ચંતના દ્રવ્ય ક્ષેત્રે જાતે માટે તથા વસુધ II ૨૨ In.... ....... પર?
ગાથાર્થ– કાળથી દિવસે ચાલવું જોઈએ. ઉન્માર્ગને છોડીને કહેલા (=પ્રસિદ્ધ) માર્ગે ચાલવું જોઈએ. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને આશ્રયીને યતના ચાર પ્રકારે છે.
વિશેષાર્થ– ચાલતી વખતે સંયમરક્ષા માટે ત્રસાદિ જીવોને અને આત્મરક્ષા માટે ખાડો-કાંટો વગેરે જોવું તે દ્રવ્યથી યતના છે. ચાલતાં નીચે યુગપ્રમાણ ભૂમિને જોવી તે ક્ષેત્રથી યતના છે. જેટલો સમય ચાલવાનું થાય, તેટલો સમય નીચે જોઈને ચાલવું તે કાળથી યતના છે. શબ્દ વગેરે ઇંદ્રિયોના વિષયમાં મનને ન જવા દેવું અને પાંચ પ્રકારના સ્વાધ્યાયને છોડીને મનને ચાલવાની ક્રિયામાં જોડીને ઉપયોગપૂર્વક ચાલવું તે ભાવથીયતના છે. (૧૧)
कोहे १ माणे २ य मायाए ३ लोहे ४ हासे ५ भए ६ तहा। . मोहरिए ७ विगहासु ८ सव्वहा उवउत्तया ॥१२॥ क्रोधे माने च मायायां, लोभे हास्ये भये तथा। मौखये विकथासु सर्वथोपयुक्तता ॥ १२ ॥
...રર ગાથાર્થ– (ભાષા સમિતિનું પાલન કરવા) ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, ભય, મૌખર્ય અને વિકથા એ આઠસ્થાનોમાં સર્વથા ઉપયોગ રાખે.
વિશેષાર્થ ક્રોધ– ક્રોધને આધીન બનેલો પિતા પુત્રને કહે કે તું મારો પુત્ર નથી. માન– માની જીવ પૂર્વે ઐશ્વર્ય અનુભવ્યું ન હોય તો પણ પોતાનો ઉત્કર્ષ બતાવવા મેં પૂર્વે આવું ઐશ્વર્ય અનુભવ્યું હતું એમ કહે. માયાબીજાને છેતરવાના આશ્રયથી સત્ય કે અસત્ય જે કંઈ કહે તે અસત્ય છે. લોભ-વેપારી વગેરે કમાણી કરવા જે ભાવ હોય તેનાથી વધારે ભાવ કહે. હાસ્ય– કોઈની વસ્તુ લીધી હોય તો પણ ગમ્મત કરવા પૂછનારાઓને મેં લીધી નથી વગેરે કહે. ભય- ચોર આદિના ભયથી અનુચિત બોલે. મૌખર્ય–વાચાળપણાથી સંબંધવિનાનું બોલે વિકથા-વિકથામાં અસંભવિત કહે. આમ ક્રોધ આદિથી અસત્ય બોલવાનું થાય. માટે ક્રોધ આદિ આઠ સ્થાનોમાં ઉપયોગ રાખે, અર્થાત્ ક્રોધ આદિને વશ બનીને ન બોલે. (૧૨) एयाइं अट्ठठाणाइं परिवज्जित्तु संजए। असावज्जं मियं काले भासं भासिज्ज समिओ॥१३॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org