________________
૧૬૬ .
સંબોધ પ્રકરણ ૨. ક્ષાયિક- મિથ્યાત્વમોહનયાના ત્રણેય પુંજો) અને અનંતાનુબંધી ક્રોધ-માન-માયા-લોભ, એ સર્વનો સત્તામાંથી પણ “ક્ષય થવાથી પ્રગટતું હોવાથી ક્ષાયિક સમકિત કહેવાય છે. કહ્યું છે કે
खीणे दंसणमोहे, तिविहंमि वि भवनिआणभूमि । निप्पच्चवायमउलं, सम्मत्तं खाइयं होइ ॥
(થર્મસંપ્રફળો, ગo૮૦૭) ભાવાર્થ- સંસારના નિદાનભૂત ત્રણેય પ્રકારનું (ત્રણેય પુરૂ૫) દર્શનમોહનીય(મિથ્યાત્વ)કર્મ ક્ષીણ થવાથી નિષ્ફટક-શ્રેષ્ઠ ક્ષાયિકસમ્યક્ત્વ પ્રગટ થાય છે.
આ સમ્યક્ત્વ પ્રગટ્યા પછી આવરાતું જ નથી, માટે આનો કાળ સાદિ અનંત છે.
૩. લાયોપથમિક– પૂર્વે જણાવ્યું તેમ મિથ્યાત્વનાં ઉદય પામેલાં દલિકોનો ક્ષય, અર્થાત્ સત્તામાંથી નાશ કરવો અને ઉદય નહિ પામેલાનો ઉપશમ કરવો, એમ “ક્ષયની સાથે ઉપશમ' તે ક્ષયોપશમ. આવા ક્ષયોપશમનું જેમાં પ્રયોજન હોય, અર્થાત્ જે સમ્યક્ત્વ આવા ક્ષયોપશમાં દ્વારા પ્રગટ થાય, તેને “ક્ષાયોપશમિક' કહેવાય છે. કહ્યું છે કેमिच्छत्तं जमुइन्नं, तं खीणं अणुइयं च उवसंतं । मीसीभावपरिणयं, वेइज्जंतं खओवसमं ॥१॥
(વિશે માd૦, ધરૂ૨) ભાવાર્થ– જે મિથ્યાત્વ ઉદયમાં આવ્યું તેનો ભોગવીને ક્ષય કરવો અને ઉદયમાં ન આવેલું સત્તામાં રહ્યું તેનો ઉપશમ કરવો. અહીં ઉપશમ કરવો” એટલે એક “ઉદયથી અટકાવવું અને બીજો મિથ્થા સ્વભાવ (રસ) દૂર કરવો’ એમ બે અર્થો સમજવા. એથી મિથ્યાત્વ પુંજ તથા મિશ્ર પુંજ એ બંનેના ઉદયને અટકાવવો અને ઉદિત મિથ્યાત્વનો મિથ્યા સ્વભાવ (રસ) દૂર કરી સમકિત પુંજ બનાવવો, એમ ત્રણેયનો ઉપશમ સમજવો, અર્થાત્ સમકિતમોહનીયરૂપે શુદ્ધ પુદ્ગલો ઉદયમાં હોય, માટે ઉપચારથી તેને પણ મિથ્યાત્વનો (રસનો) ઉપશમ જાણવો. અથવા બીજી રીતિએ ‘પૂર્વે ઉદયમાં આવેલું મિથ્યાત્વ ક્ષય કર્યું, સત્તામાં રહેલા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org