________________
પરિશિષ્ટ
૧૬૫
કે વસ્તુ ઉપર પ્રેમ યા દ્વેષ થાય છે, તેમ વસ્તુનું નામ સાંભળવાથી પણ ઈચ્છા કે પ્રેમ યા દ્વેષ પ્રગટ થાય છે. ૨. સ્થાપનાનિક્ષેપ-સ્થાપના એટલે આકૃતિ-પ્રતિબિંબ. વસ્તુની સ્થાપના આકૃતિ (પ્રતિબિંબ) જોવાથી પણ ઇચ્છા કે પ્રેમ યા દ્વેષ પ્રગટે છે. આથી નામ અને સ્થાપના વસ્તુ
સ્વરૂપ છે. ઘટનું નામ નામઘટ છે. ઘટની આકૃતિ સ્થાપના ઘટ છે. ૩. દ્રવ્યનિક્ષેપ- વસ્તુની ભૂતકાળની કે ભવિષ્યકાળની અવસ્થા. જેમ કે ઘટની ભૂતકાળની અવસ્થા મૃત્પિડ છે અને ભવિષ્યકાળની અવસ્થા ઠીકરાં છે. આથી મૃત્પિડ અને ઠીકરાં દ્રવ્યઘટ છે. મૃત્પિડ અને ઠીકરાં ઘડાનું જ સ્વરૂપ છે. ૪. ભાવનિક્ષેપ-વસ્તુની વર્તમાન અવસ્થામાં તૈયાર થયેલ ઘટ ભાવઘટ છે.
દ્રવ્ય અને ભાવ એ બે નિક્ષેપા સાપેક્ષ છે. એટલે કે એક જ વસ્તુનો અપેક્ષાએ દ્રવ્યનિક્ષેપમાં અને અપેક્ષાએ ભાવનિક્ષેપમાં સમાવેશ થાય છે. જેમ કે–દહીં શીખંડની અપેક્ષાએ દ્રવ્ય શીખંડ છે, દૂધની અપેક્ષાએ દ્રવ્ય દૂધ છે, દહીંની અપેક્ષાએ ભાવ દહીં છે. ઘટ ઠીકરાંઓની અપેક્ષાએ દ્રવ્ય ઠીકરાં છે, મૃત્પિડની અપેક્ષાએ દ્રવ્ય મૃતિપડ છે, ઘટની અપેક્ષાએ ભાવઘટ છે.
૫ સભ્યત્વ ૧. ઔપશમિક, ૨. ક્ષાયિક, ૩. ક્ષાયોપથમિક, ૪. વેદક અને પ. સાસ્વાદન–એમ સમ્યક્ત્વ પાંચ પ્રકારે છે. તેમાં– : ૧, પથમિક–મિથ્યાત્વમોહનીય અને અનંતાનુબંધી ક્રોધ, માન, માયા તથા લોભ; એ કર્મોનો અનુદય એટલે ‘ઉપશમ અને આ ઉપશમ દ્વારા થતું સમ્યકત્વ તે “ઔપથમિક' કહેવાય છે. આ સમ્યકત્વ વખતે - જીવને મિથ્યાત્વ વગેરે કર્મો સત્તામાં હોવા છતાં રાખોડીમાં ઢાંકેલા
અગ્નિની જેમ તેનો (વિપાકથી) ઉદય હોતો નથી, અર્થાત્ તે મિથ્યા પરિણામમાં કારણ બનતાં નથી. આ સમ્યકત્વ અનાદિ મિથ્યાદષ્ટિ જીવને છેલ્લું યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ–એ ત્રણ કરણો દ્વારા થાય છે, તેનો કાળ અંતર્મુહૂર્તનો હોય છે અને ચારેય ગતિના સંક્ષિપંચેન્દ્રિય પર્યાપ્ત જીવોને પૂર્વે કહ્યું તેમ ગ્રંથિભેદ થયા પછી તે પ્રગટે છે, અથવા ઉપશમશ્રેણિમાં પણ જીવને તે હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org