________________
સંબોધ પ્રકરણ
૧૬૪
બેઠેલો હોય, ઊભો હોય, લાંબા પડખે પડેલો હોય, ગૌરવર્ણવાળો હોય, શ્યામવર્ણવાળો હોય, ગાતો હોય, હસતો હોય, રડતો હોય... આવી દાયક આપે તો જ ગ્રહણ કરવું. ઇત્યાદિ. આ રીત સાધુઓએ અને શ્રાવકોએ શક્તિ અનુસા૨ દ૨૨ોજ વૃત્તિસંક્ષેપ કરવો જોઇએ. ૪ અભિગ્રહો
જુઓ ૪ વૃત્તિસંક્ષેપ.
૪ અસંવર
અસંવર એટલે સંવરનો અભાવ. સંવરનો અભાવ એટલે આસ્રવ. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગો એમ ચાર અસંવર (=આસવો) છે. ૪ દુઃખશય્યા
ચાર દુઃખશય્યાઓ, તે દ્રવ્યથી કોઇ દૂષિત ખાટલો (સંથારો) વગેરે અને ભાવથી દુઃખશય્યા એટલે દુષ્ટચિત્તજન્ય કુસાધુતાનો અધ્યવસાય. આ ચાર પ્રકારો (ઠાણાંગસૂત્રમાં) આ પ્રમાણે છે. ૧. પ્રવચનમાં (જિનવચનમાં) અશ્રદ્ધા. ૨. બીજા પાસેથી (પૌદ્ગલિક) ધનઆહારાદિ મેળવવાની ઇચ્છા-પ્રાર્થના. ૩. દેવ-મનુષ્ય સંબંધી કામ (ભોગો)ની આશંસા (મેળવવાની-ભોગવવાની ઇચ્છા) અને ૪. સ્નાનાદિ કરવારૂપ શરીરસુખની (ગૃહસ્થપણાનાં સુખોની) ઇચ્છા આ ચાર દુષ્ટ ભાવનાઓથી સંયમમાં દુઃખનો અનુભવ થાય છે, માટે તેને દુઃખશય્યાઓ કહી છે.
૪ સુખશય્યા
દુ:ખશય્યાથી વિપરીત સુખશય્યાઓ જાણવી. ૪ નિક્ષેપા
દરેક વસ્તુ નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચાર સ્વરૂપે અવશ્ય હોય છે. માટે દરેક વસ્તુના નામ વગેરે ચાર નિક્ષેપા અવશ્ય હોય. ૧. નામનિક્ષેપ– વસ્તુનું નામ તે નામનિક્ષેપ. જો વસ્તુનું નામ ન હોય તો વ્યવહાર જ ન ચાલે. જેમ વસ્તુને સાક્ષાત્ જોવાથી તે વસ્તુની ઇચ્છા
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org