________________
પરિશિષ્ટ
૧૬૩
૪ અનુયોગ અનુયોગના ચરણ-કરણાનુયોગ, ગણિતાનુયોગ, ધર્મકથાનુયોગ અને દ્રવ્યાનુયોગ એમ ચાર પ્રકાર છે. તેમાં આચારની પ્રધાનતા જેમાં બતાવેલ છે તેવા આચારાંગસૂત્ર, દશવૈકાલિક સૂત્ર વગેરે આગમોમાં અને ત્રણ ભાષ્ય, શ્રાદ્ધવિધિ વગેરે પ્રકરણોમાં મુખ્યત્વે ચરણકરણાનુયોગનું વ્યાખ્યાન છે. ગણિતનો વિષય જેમાં પ્રધાનતાએ દર્શાવેલ છે તેવાં ચંદ્રપ્રજ્ઞપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિ, બૂઢીપપ્રજ્ઞપ્તિ વગેરે આગમોમાં અને ક્ષેત્રસમાસ, બૃહત્સંગ્રહણી, છઠ્ઠો કર્મગ્રંથ વગેરે પ્રકરણોમાં મુખ્યત્વે ગણિતાનુયોગનું સુંદર વ્યાખ્યાન છે. સાધકોની શ્રદ્ધાને સુદઢ કરવા માટે પૂર્વના મહાપુરુષોના દષ્ટાંતો જેમાં દર્શાવવામાં આવ્યાં છે એવાં જ્ઞાતાધર્મકથા, ઉપાસક દશાંગ વગેરે આગમોમાં અને ઉપદેશમાલા, ઉપદેશપ્રાસાદ વગેરે પ્રકરણોમાં ધર્મકથાનુયોગનું વ્યાખ્યાન છે. છ દ્રવ્યો અને તેમના ગુણ-પર્યાયોની સુંદર અને સૂક્ષ્મતાભરી છણાવટ જેમાં જોવા મળે છે એવાં સૂયગડાંગ, સમવાયાંગ વગેરે આગમોમાં અને સમ્મતિતર્ક, તત્ત્વાર્થ સૂત્ર, દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ, નવતત્ત્વ વગેરે પ્રકરણોમાં મુખ્યતયા દ્રવ્યાનુયોગનું વ્યાખ્યાન છે.
૪ વૃરિસંક્ષેપ જેનાથી વર્તાય તે વૃત્તિ એટલે ભિક્ષા. તેનો સંક્ષેપ કરવો તે વૃત્તિસંક્ષેપ. ૧. દ્રવ્યથી– આજે મારે નિર્લેપ ભિક્ષા જ ગ્રહણ કરવી, એક, બે આદિ દત્તિરૂપ જ ભિક્ષા ગ્રહણ કરવી, અથવા ભાલાના અગ્રભાગે રહેલા ખાખરા વગેરે જ લેવા ઈત્યાદિ. ૨. ક્ષેત્રથી- એક, બે, ત્રણ વગેરે ઘરમાંથી જેટલું મળે તેટલું જ લેવું. સ્વગામમાંથી, પરગામમાંથી કે અર્ધાગામમાંથી વગેરે રીતે મળેલું જ ગ્રહણ કરવું અથવા ભિક્ષા આપનાર દાતા બંને જંધાની વચ્ચે (=બે પગની વચ્ચે) દેહલી=ઊંમરાને કરીને આપે તો ગ્રહણ કરવું. ઇત્યાદિ. ૩. કાળથીપહેલો પહોર, બીજો પહોર આદિ નિયત વેળાએ જ મળેલું ગ્રહણ કરવું. ઇત્યાદિ. ૪. ભાવથી– લઘુ હોય, વૃદ્ધ હોય, નર હોય, નારી હોય, આભૂષણ પહેરેલા હોય, આભૂષણરહિત હોય, સુખી હોય, દુઃખી હોય,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org