________________
૧૬૨ .
સંબોધ પ્રકરણ
વિમુખ કરે તે વિક્ષેપણી. શ્રોતાને પરદર્શનથી વિમુખ કરનારી કથા વિક્ષેપણી કથા. સાધુ ધર્મકથા એવી શૈલીથી કરે કે જેથી મિથ્થામાર્ગનો ઉચ્છેદ થાય. મિથ્યામાર્ગનો ઉચ્છેદ કરનારી ધર્મકથા વિક્ષેપણી કથા છે. ૩. સંવેદની- નરકાદિના દુઃખોનું વર્ણન કરવા દ્વારા શ્રોતાને ભોગસુખોથી હઠાવનારી દૂર કરનારી કથા સંવેદની કથા છે. ૪. નિર્વેદનીસંસાર પ્રત્યે ત્રાસ ઉત્પન્ન કરાવીને શ્રોતાને મોક્ષની અભિલાષા તરફ પ્રવર્તાવે, અર્થાત્ મોક્ષની પ્રાપ્તિનો તલસાટ ઉત્પન્ન કરે તે નિર્વેદની કથા..
૪ વિનય ભક્તિ, બહુમાન, વર્ણવાદ અને આશાતનાત્યાગ એમ ચાર પ્રકારનો વિનય છે. તેમાં બાહ્યસેવારૂપ ભક્તિ કરવી તે ભક્તિવિનય છે. હાર્દિક પ્રીતિ એ બહુમાનવિનય છે. ગુરુના ગુણોની પ્રશંસા કરવી એ વર્ણવાદવિનય છે. આશાતના ન કરવી તે આશાતનાત્યાગ વિનય છે.
૪ દિવ્ય વગેરે ઉપસર્ગો દેવકૃત, માનવકૃત, તિર્યચકૃત અને આત્મસંવેદન એમ ચાર પ્રકારના ઉપસર્ગો છે. દેવકૃત ઉપસર્ગ હાસ્યથી, રાગથી, દ્વેષથી અને વિમર્શથી (વિમર્શ એટલે વિચાર. જેમ કે–વેયાવચ્ચ કરનાર નંદિષેણ મુનિને અશ્રદ્ધાના કારણે દેવે ઉપસર્ગ કર્યો.) એમ ચાર પ્રકારે છે. માનવકૃત ઉપસર્ગ પણ હાસ્યથી, રાગથી, દ્વેષથી અને વિમર્શથી એમ ચાર પ્રકારે છે. તિર્યકત ઉપસર્ગ પણ ભયથી, દ્વેષથી, આહાર હેતુથી, સંતાન અને નિવાસના રક્ષણ માટે એમ ચાર પ્રકારે છે. આત્મસંવેદન ઉપસર્ગ પણ સંઘટ્ટથી, સ્કુિટર વગેરે ઠોકાવાથી) પડવાથી, સ્તંભનથી (અંગો જકડાઈ જવાથી) અને લેશનથી (અંગોની કૃશતાથી) એમ ચાર પ્રકારે છે.
૪ મૂળસૂત્રો ૧. આવશ્યક, ૨. દશવૈકાલિક, ૩. ઉત્તરાધ્યયન અને ૪. ઓધનિયુક્તિ એ ચાર મૂળસૂત્રો છે.
પૂજાના ૪ પ્રકારો પુષ્પપૂજ, નૈવેદ્યપૂજા, સ્તુતિપૂજા અને પ્રતિપત્તિપૂજા. તેમાં જિનાજ્ઞાનું પાલન કરવું એ પ્રતિપત્તિપૂજા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org