________________
પરિશિષ્ટ
૧૬૧
સાર-નિષ્કર્ષ હોય તે ઉપેક્ષા તત્ત્વસાર જાણવી. જેમ કે સારી કે ખરાબ વસ્તુ વાસ્તવમાં રાગ-દ્વેષનું કારણ નથી, પરંતુ પોતાનું મોહનીય કર્મ તેનું કારણ છે. મોહનીય કર્મની વિકૃતિથી ઉત્પન્ન થયેલ પોતાના અપરાધની વિચારણા કરતો જીવ બાહ્ય વસ્તુના અપરાધને જોતો નથી. તેવું ન જોવાથી બાહ્ય પદાર્થમાં સુખકારણતાનો કે દુઃખકારણતાનો તે આશ્રય નથી કરતો. આમ બાહ્ય પદાર્થને સુખ-દુઃખનું કારણ ન માનવાથી મધ્યસ્થતાને ધારણ કરતા જીવની ઉપેક્ષા તત્ત્વસાર જાણવી.
(વિદ્વાન મુનિશ્રી યશોવિજયજી કૃત ષોડશકગ્રથના ગુજરાતી અનુવાદમાંથી થોડા શાબ્દિક ફેરફાર સાથે સાભાર ઉદ્ધત.)
* ૪ ધ્યાન જુઓ ૯મો ધ્યાન અધિકાર.
બુદ્ધિ ૧. ઔત્પાતિકી– વિશિષ્ટ પ્રસંગે ઉપસ્થિત થતાં તે પ્રસંગને પાર પાડવામાં એકાએક ઉત્પન્ન થતી મતિ. જેમ કે- અભયકુમાર, રોહક, બિરબલ વગેરેની મતિ. ૨. વૈનાયિકી– ગુરુ આદિની સેવાથી પ્રાપ્ત થતી મતિ. જેમ કે–નિમિત્તજ્ઞ શિષ્યની મતિ. ૩. કાર્મિકી– અભ્યાસ કરતાં કરતાં પ્રાપ્ત થતી બુદ્ધિ. જેમ કે ચોર અને ખેડૂતની મતિ. ૪. પારિણામિકી– સમય જતાં અનુભવોથી પ્રાપ્ત થતી બુદ્ધિ. જેમ કે વજસ્વામીની મતિ.
૪ ધર્મકથા સાધુએ ચાર પ્રકારની ધર્મકથાનો અભ્યાસ કરવો જોઈએ. ૧. આપણી– શ્રોતાને ધર્મ પ્રત્યે આક્ષેપ(=ધર્મસન્મુખ) કરનારી ધર્મકથા આપણી કથા. જેમ માતા હિતકારક સદુપદેશથી બાળકોના કાન-મનને પ્રસન્ન કરે, તેમ સાધુ ધર્મકથા એવી રીતે કરે છે જેથી કથા સાંભળીને ભવ્ય શ્રોતાઓનાં કાન-મન પ્રસન્ન બને. એથી શ્રોતા ધર્મ સન્મુખ બને. આક્ષેપસન્મુખ કરે તે આપણી. શ્રોતાને ધર્મની સન્મુખ કરે તે આપણી. ર. વિક્ષેપણી– વિપક્ષ=વિમુખ કરે તે વિક્ષેપણી પરદર્શનથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org