________________
સંબોધ પ્રકરણ
“નીતિમાં નિપુણ ગણાતા લોકો ભલે નિંદા કરે અથવા સ્તુતિ કરે. લક્ષ્મી ભલે આવે અથવા ભલે મરજી મુજબ ચાલી જાય. મરણ આજ થાય અથવા યુગને અંતે થાય, પરંતુ ધીરપુરુષો નીતિના માર્ગથી એક ડગલું પણ ખસતા નથી.’
દ
આ પ્રમાણે વિચારી કાલિકાચાર્યે કહ્યું કે— ‘હે દત્ત ! હું નિશ્ચયપૂર્વક કહું છું કે નરકગતિ એ જ યજ્ઞનું ફળ છે.” મહાભારત શાંતિપર્વ અ.૧૦ કહ્યું છે
કે
"
यूपं च्छित्त्वा पशून् हत्वा कृत्वा रुधिरकर्दमम् । યોવ ગમ્યતે સ્વñ, નર વેન ગમ્યતે ? ।।
“યજ્ઞ સ્તંભ છેદી, પશુઓને હણી અને લોહીનો કીચડ કરી જો સ્વર્ગે જવાતું હોય તો પછી નરકમાં કોણ જશે ?”
દત્તે કહ્યું કે ‘એ કેવી રીતે જણાય ?'
ગુરુએ કહ્યું કે— ‘આજથી સાતમા દિવસે ઘોડાના પગના ડાબલાથી ઉડેલી વિષ્ઠા તારા મોઢામાં પડશે અને પછી તું લોઢાની કોઠીમાં પુરાઇશ. આ અનુમાનથી તારી ચોક્કસ નરકગતિ થવાની છે એમ તું જાણજે,' દત્તે કહ્યું કે— ‘તમારી શી ગતિ થશે ?' ગુરુએ કહ્યું કે– ‘અમે ધર્મના પ્રભાવથી સ્વર્ગે જઇશું.'
આ પ્રમાણે સાંભળીને ક્રોધિત બનેલા દત્તે વિચાર કર્યો કે— ‘જો સાત દિવસની અંદર આ વચન પ્રમાણે નહિ બને તો પછી હું જરૂર આપને મારી નાંખીશ.’
આમ વિચારી કાલિકાચાર્યની આસપાસ રાજસેવકોને મૂકીને પોતે નગરમાં આવ્યો અને આખા શહેરમાં તમામ રસ્તાઓમાંથી અપવિત્ર પદાર્થો કાઢી નખાવી સાફ કરાવ્યા અને બધી જગ્યાએ ફુલો પધરાવ્યા. પોતે અંતઃપુરમાં જ રહ્યો. એ પ્રમાણે છ દિવસો પસાર થયા. પછી આઠમા દિવસની ભ્રાંતિથી સાતમે દિવસે ક્રોધવાળો બની ઘોડા ઉપર સવાર થઇ ગુરુને હણવા ચાલ્યો. તેવામાં કોઇ એક ઘરડો માળી દસ્ત જવાની હાજતથી પીડા પામવાને લીધે રસ્તામાં જ વિષ્ઠા કરી તેને ફુલોથી ઢાંકીને ચાલ્યો ગયો. તેના ઉપર દત્ત રાજાના ઘોડાનો પગ પડ્યો. તેથી વિષ્ઠાનો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org