________________
ગુરુ અધિકાર વિભાગ-૨
कार्यार्थिना हि खलु कारणमेषणीयं, धर्मो विधेय इति तत्त्वविदो वदन्ति ॥
ધર્મથી ધન મળે છે, ધનથી બધી કામના-ઇચ્છાઓ સિદ્ધ થાય છે અને બધી ઇચ્છાની સિદ્ધિથી સમગ્ર ઇન્દ્રિયથી ઉત્પન્ન થતું સુખ મળે છે. માટે કાર્યના અર્થીએ તો જરૂર કારણ શોધવું જોઇએ, તેથી ધર્મ કરવો એવું તત્ત્વને જાણનારાઓ કહે છે.”
આ પ્રમાણે સાંભળીને દત્તે યજ્ઞનું ફળ પૂછ્યું. ગુરુએ કહ્યું કે-જયાં હિંસા હોય ત્યાં ધર્મનો અભાવ છે. કહ્યું છે કે–
दमो देवगुरूपास्तिनमध्ययनं तपः । सर्वमप्येतदफलं हिंसा चेन्न परित्यजेत् ॥
“ઇન્દ્રિયોનું દમન, દેવ-ગુરુની સેવા, દાન, અધ્યયન અને તપ-એ સઘળાં જો હિંસાનો ત્યાગ ન કરે તો નકામા છે.”
ફરીથી દરે યજ્ઞનું ફળ પૂછ્યું–ત્યારે ગુરુએ કહ્યું કે– હિંસા દુર્ગતિનું કારણ છે.” કહ્યું છે કે
पङ्ग-कुष्टि-कुणित्वादि दृष्ट्वा हिंसाफलं सुधीः । . . निरागस्त्रसजंतूनां हिंसां संकल्पतस्त्यजेत् ॥ | ડાહ્યા માણસે “પાંગળાપણું, કોઢિયાપણું ને ઠુંઠાપણું વગેરે હિંસાના - ફળ છે.” એમ જાણીને નિરપરાધી એવા ત્રસ પ્રાણીઓની હિંસા સંકલ્પ વડે પણ ન કરવી.
ત્યારે વળી દત્તે કહ્યું કે– ‘તમે આવો આડો-આડો જવાબ કેમ આપો છો? યજ્ઞનું ફળ જેવું હોય તેવું સત્ય-સાચું કહો.” ત્યારે... કાલિકાચાર્યે વિચાર કર્યો કે– “જો કે આ રાજા છે અને યજ્ઞમાં પ્રીતિવાળો છે તે છતાં જે બનવાનું હોયતેલનો પણ હું ખોટું બોલીશનહિ. પ્રાણ જાય તો પણ ખોટુંજુઠું બોલવું તે કલ્યાણકારી નથી.” ભર્તુહરિકૃત નીતિશતકમાં કહ્યું છે કેनिन्दन्तु नीतिनिपुणा यदि वा स्तुवन्तु । लक्ष्मीः समाविशतु गच्छतु वा यथेष्टम् ॥ अद्यैव वा मरणमस्तु युगान्तरे वा । न्यायात् पथः प्रविचलन्ति पदं न धीराः ॥ ७४ ॥ .
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org