________________
૪
સંબોધ પ્રકરણ संतो पसंतचित्तो, दंतो धीरो य परिसहाईहिं। कोहाइकारणे वि, हुनो वयणसिरिं पलट्टेइ ॥८॥ शान्तः प्रशान्तचित्तो दान्तो धीरः परिषहादिभिः ।
ધાવિરડિપિ 97 નો વેવનથયે પર્યચતિ II ૮ . ... ૧૨૮ ગાથાર્થ– શાંત, પ્રકૃષ્ટ, શાંત ચિત્તવાળા, દાંત અને પરીષહ આદિમાં ધીર એવા ભાગગુરુ ક્રોધાદિના કારણમાં પણ (=અજ્ઞાન જીવો ક્રોધ વગેરે કરે તો પણ) જિનવચનરૂપલક્ષ્મીને બદલતા નથી, અર્થાત્ જિનવચન પ્રમાણે જ બોલે છે.
વિશષાર્થ– આ વિષે કાલિકાચાર્યનું દૃષ્ટાંત છે. દત્તરાજા તેમના ઉપર ગુસ્સે થયો તો પણ તેમણે જિનવચનથી વિરુદ્ધ ન કહ્યું, જિનવચન પ્રમાણે કહ્યું. તે પ્રસંગ આ પ્રમાણે છે
કાલિકાચાર્યની કથા – તુરમિણી નામના નગરમાં “જિતશત્રુ નામનો રાજા હતો. એ ગામમાં એક “કાલિક' નામનો “બ્રાહ્મણ રહેતો હતો. તે બ્રાહ્મણને ભદ્રા નામે બહેન હતી અને તે ભદ્રાને “દત્ત” નામે પુત્ર હતો. એકવાર કાલિક બ્રાહ્મણે પોતાની મેળે પ્રતિબોધ પામીને દીક્ષા લીધી અને અનુક્રમે તેમને આચાર્યપદ પ્રાપ્ત થયું. તેમનો ભાણેજ “દત્ત સ્વચ્છંદી થયો અને જુગાર વગેરે વ્યસનોથી પરાભવ પામી રાજાની સેવા કરવા લાગ્યો. કર્મયોગે રાજાએ તેને મંત્રીપદ આપ્યું. મંત્રીનો અધિકાર મળતાં રાજાને જ પદભ્રષ્ટ કરી તેણે રાજય પચાવી પાડ્યું. રાજા પણ તેના ભયથી નાસી ગયો અને ગુપ્તપણે કોઈ જગ્યાએ રહ્યો.
પછી મહાદૂરકર્મ કરનારો તે દત્તરાજા મિથ્યાત્વથી મોહ પામીને અનેક યજ્ઞો કરાવવા લાગ્યો અને સંખ્યાબંધ પશુઓનો ઘાત કરવા લાગ્યો. એકવાર કાલિકાચાર્ય મહારાજ ત્યાં પધાર્યા. ત્યારે ભદ્રામાતાના આગ્રહથી દત્તરાજા વંદન કરવા આવ્યો. ગુરુ મહારાજે દેશના આપી કેधर्माद्धनं धनत एव समस्तकामा, कामेभ्य एव सकलेन्द्रियजं सुखं च ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org