________________
૩
:
ગુરુ અધિકાર વિભાગ-૨
વિશેષાર્થ-જેકુગુરુ છે તેના નામ, સ્થાપના અને દ્રવ્ય એત્રણે નિક્ષેપાથી પરમાર્થસિદ્ધ થતો નથી એવું અહીં કહેવાનું તાત્પર્ય છે. ભાવગુરુના નામ, સ્થાપના અને દ્રવ્ય એ ત્રણે નિક્ષેપાથી પરમાર્થ સિદ્ધ થાય છે. (૫)
भावेण सुद्धचरणो, सुदंसणो तच्चमग्गकहणपरो। मूलुत्तरगुणरयणेहिं भूसिओ संजओ साहू ॥६॥ भावेन शुद्धचरणः सुदर्शनस्तथ्यमार्गकथनपरः । મૂનો પુરસૈષિત: સંવત: સાધુ: I ૬ IT .... - ૧૬
ગાથાર્થ–શુદ્ધચારિત્રવાળા, શુદ્ધસમ્યક્ત્વવાળા, સત્યમાર્ગને કહેવામાં તત્પર, મૂલગુણ-ઉત્તરગુણોથી ભૂષિત અને સમ્યફ યતનાવાળા સાધુ ભાવથી ગુરુ છે. (૬) दव्वओ तिविहा वुत्तो मुहुवगरणोवएसपभिईहिं । सुद्धववहारजणओ, लोयाणं पवयणमुहाणं ॥७॥ द्रव्यतस्त्रिविधा उक्तो मुद्रोपकरणोपदेशप्रभृतिभिः । શુદ્ધવ્યવહારગનો તોનાં અવવનકુવાનામ્ II 9 ||. ૧૩૭૭
ગાથાર્થ– દ્રવ્યથી=બાહ્ય વસ્તુની અપેક્ષાએ ભાવગુરુ મુદ્રા, સંયમના ઉપકરણ અને ઉપદેશ વગેરે દ્વારા ત્રણ પ્રકારે કહ્યા છે. આવા ગુરુ પ્રવચનસન્મુખ થયેલા લોકોના શુદ્ધ વ્યવહારને ઉત્પન્ન કરે છે.
ભાવાર્થ– જિનોક્ત ગુરુમુદ્રા, જિનોક્ત સંયમનાં ઉપકરણો અને જિનાજ્ઞા મુજબ ઉપદેશ વગેરેથી આ ભાવગુરુ છે એમ જાણી શકાય છે. આવા ભાવગુરુ શુદ્ધ વ્યવહારને ઉત્પન્ન કરે છે એટલે કે અશુદ્ધ વ્યવહાર કરનારા જીવોને શુદ્ધ વ્યવહાર કરનારા બનાવે છે. અહીં વ્યવહાર એટલે ધર્મક્રિયાઓ. જે ધર્મક્રિયાઓ શુદ્ધ ભાવથી થાય તે શુદ્ધ વ્યવહાર છે. અથવા જે ધર્મક્રિયાઓ જિનાજ્ઞા મુજબ થાય તે ધર્મક્રિયાઓ પણ શુદ્ધ વ્યવહાર છે. જે જીવો અશુદ્ધ ભાવથી ધર્મક્રિયાઓ કરતા હોય તેમને શુદ્ધ ભાવથી ધર્મક્રિયા કરનારા બનાવે છે. જે જીવો જિનાજ્ઞાથી વિરુદ્ધ ધર્મક્રિયા કરતા હોય તેમને જિનાજ્ઞા મુજબ ધર્મક્રિયા કરનારા બનાવે છે. આમ ભાવગુરુ શુદ્ધ વ્યવહારને ઉત્પન્ન કરે છે. (૭)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org