________________
પરિશિષ્ટ
૧૫૭
કહેવાય. તેમાં ૧. માયા– કપટ એ જ શલ્ય. જેમ કે—જીવ જ્યારે અતિચાર સેવવા છતાં ગુરુની આગળ કપટથી આલોચના ન કરે, અથવા બીજી (ખોટી) રીતે આલોચના કરે કે કપટથી પોતાનો દોષ બીજાની ઉપર ચઢાવે, ત્યારે અશુભ કર્મનો બંધ કરીને આત્માને દુ:ખી કરે, તેથી તે ‘માયાપ્રવૃત્તિ’ એ જ તેનું શલ્ય કહેવાય, તેનાથી લાગેલા અતિચારો. ૨. નિદાન– દેવની અથવા મનુષ્યની જડઋદ્ધિ જોઇને કે સાંભળીને તેને મેળવવાની અભિલાષાથી (ધર્મ) અનુષ્ઠાન કરવું, તે પણ પાપસાધનની અનુમોદના દ્વારા આત્માને કષ્ટ આપે, માટે શલ્ય. ૩. મિથ્યાત્વવિપરીત દર્શન (અર્થાત્ ખોટી માન્યતા=શ્રદ્ધા) તેનાથી કર્મબંધ કરીને આત્માને દુઃખી કરે, માટે તે પણ શક્ય.
3 ές
જેનાથી આત્મા દંડાય તે દંડ. આત્મા મન-વચન-કાયાની અશુભ પ્રવૃત્તિથી દંડાય છે=દુઃખ પામે છે. માટે મન-વચન-કાયાની અશુભ પ્રવૃત્તિ તે અનુક્રમે મનદંડ, વચનદંડ અને કાયદંડ છે.
સત્ય
અહીં સત્ય એટલે સંયમ. માનસિક, વાચિક અને કાયિક એમ ત્રણ પ્રકારે સંયમ છે. તેમાં અકુશળચિત્તનો નિરોધ અને શુભચિત્તને પ્રવર્તાવવા રૂપ માનસિક સંયમ છે. અકુશળ વચનનો નિરોધ અને કુશળ વચનને પ્રવર્તાવવા રૂપ વાચિક સંયમ છે. ગમનાગમન વગેરે ક્રિયા જયણાપૂર્વક કરવાથી અને જ્યારે કાર્ય ન હોય ત્યારે હાથ-પગ વગેરે અવયવોને સંકોચીને સ્થિર બેસવાથી કાયિક સંયમ થાય છે.
ન
૩ વિધિવાદ.
વાદ એટલે વચન. શાસ્રવચન અર્થવાદ, વિધિવાદ અને અનુવાદ એમ ત્રણ પ્રકારે છે. ૧. અર્થવાદ– જે વચન માત્ર પ્રશંસા કે નિંદાના સૂચક હોય, પરંતુ વસ્તુ સ્વરૂપના સૂચક ન હોય તે અર્થવાદ છે. જેમ કે— નને વિષ્ણુઃ સ્થને વિષ્ણુ વિષ્ણુ: પર્વતમસ્ત=જલમાં વિષ્ણુ છે, સ્થલમાં વિષ્ણુ છે અને પર્વતના શિખરે વિષ્ણુ છે. આ વચન વિષ્ણુનું
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org