________________
૧૫૬
સંબોધ પ્રકરણ
પરિશિષ્ટ
૩ ગૌરવ
ગૌરવના રસ, ઋદ્ધિ અને શાતા એમ ત્રણ ભેદ છે– ૧. રસગૌરવ– સારાં આહાર-પાણી મળવાથી અભિમાનને વશ બનવું, મેળવવાની ઇચ્છા રાખવી અને એ માટે પ્રયત્ન કરવો તે રસગૌરવ છે. મંગુ આચાર્યની જેમ સ્વાદિષ્ટ આહાર-પાણીમાં આસક્ત બનવું એ પણ ૨સગૌરવ છે. રસગૌરવમાં પડેલ સાધુ ગોચરીના દોષોની અને સાધુના આચારોની ઉપેક્ષા કરે એ સહજ છે. સારો આહાર મેળવવા નિયત ઘરોમાં જ ગોચરી જવું, અમુક જ દેશમાં વિચરવું વગેરે રસગૌરવનાં લક્ષણો છે. ૨. ઋદ્ધિગૌરવ– મોટાઇથી=માન-સન્માન વગેરે મળવાથી અભિમાનને વશ થવું, અથવા માન-સન્માન વગેરે મેળવવાની ઇચ્છા રાખવી તે ઋદ્ધિગૌરવ છે. ભક્તો હોય કે શિષ્યાદિ પરિવાર હોય તો માન-સન્માન મળે, આથી મારા ભક્તો થાય કે મારો શિષ્યાદિ પરિવાર થાય એવી ઇચ્છા કરવી કે તે માટે પ્રયત્ન કરવો તે પણ ઋદ્ધિગૌરવ છે. મારી નિશ્રામાં મહોત્સવ વગેરે થાય એવી ઇચ્છા પણ ઋદ્ધિગૌરવ છે. ૩. શાતાગૌરવ– શરીર સુખમાં રહે, શરીરને ઠંડી-ગરમી વગેરેની પીડા ન થાય એનું જ એક લક્ષ એ શાતાગૌરવ છે. શાતાગૌરવને આધીન બનેલો સાધુ દરેક પ્રવૃત્તિ શરીરને જરા ય તકલીફ ન પડે એ રીતે જ કરે. શરીરને જરા ય તકલીફ ન પડે એ માટે સંયમમાં લાગતા દોષોની એને ચિંતા ન હોય. વિહારમાં માણસ વગેરેની સગવડોથી અને રસોડાથી સાધુઓનો શાતાગૌરવ પોષાય છે. સ્થાનમાં પણ વિવિધ સગવડો લેવાથી શાતાગૌરવ પોષાય એ સહજ છે.
આ ત્રણ ગૌરવને આધીન બનેલો આત્મા શૈલકાચાર્ય વગેરેની જેમ આત્માનું લક્ષ જ ભૂલી જાય એ સહજ છે. આત્માનું લક્ષ જાય અને શરીરસુખનું જ લક્ષ આવે એટલે પેટી પેક અને માલ ગાયબ જેવી સ્થિતિ થાય.
૩ શલ્ય
શલ્યના માયાશલ્ય, નિદાનશલ્ય અને મિથ્યાત્વશલ્ય એમ ત્રણ ભેદ છે. જેનાથી આત્માને શલ્ય-દુઃખ-પીડા થાય તે શલ્ય, અર્થાત્ કાંટો
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org