________________
સંબોધ પ્રકરણ
૧૫૮.
સ્વરૂપ બતાવતું નથી, કિંતુ પ્રશંસા કરે છે. વિષ્ણુ બધુ જાણે છે. માટે જ્ઞાન દ્વારા બધે રહેલા છે. ૨. વિધિવાદ– જે વચન કર્તવ્ય-અકર્તવ્યની સૂચના કરે તે વિધિવાદ, જેમ કે–મુદ્ધાર્થી સાબિનપૂમાં જ્યાંત્=સુખના અર્થીએ હંમેશા જિનપૂજા કરવી જોઇએ. આ વચન સુખની ઇચ્છાવાળાને જિનપૂજા રૂપ કર્તવ્યનું સૂચન કરે છે. સુવાથી માહિઁસ્થાત્ ભૂતાનિ=સુખના અર્થીએ જીવોની હિંસા ન કરવી જોઇએ. આ વચન જીવહિંસા અકર્તવ્ય છે એમ સૂચવે છે. ૩. અનુવાદ– જે વચન વસ્તુના યથાર્થ સ્વરૂપને જણાવે છે તે અનુવાદ વચન છે. જેમ કે– દ્વારશમાલા: સંવત્સ=બાર માસનો એક સંવત્સર=એક વર્ષ થાય. આ વચન વર્ષનું સ્વરૂપ જણાવે છે. (ચં.વં.મ.ભા. ગાથા-૭૪૪)
૪ ભાવનાના સોળ ભેદો
જૈનશાસનમાં મૈત્રી, પ્રમોદ, કરુણા અને ઉપેક્ષા (માધ્યસ્થ્ય) એ ચાર ભાવનાઓ અત્યંત પ્રસિદ્ધ છે. તે દરેક ભાવનાના ચાર-ચાર ભેદો છે. તે આ પ્રમાણે—
મૈત્રી ભાવનાના ચાર ભેદ– ઉપકારી, સ્વજન, અન્યજન અને સામાન્યજન-આ ચાર સંબંધી મૈત્રી ચાર પ્રકારની હોય છે. ૧. ઉપકારી– ઉપકારીએ કરેલા ઉપકારની અપેક્ષાએ જે મૈત્રી=મિત્રભાવ તે ઉપકારી મૈત્રી જાણવી. ૨. સ્વજન- ઉપકારની અપેક્ષા રાખ્યા વિના પણ સગાવહાલાની બુદ્ધિથી જ નાલ-પ્રતિબદ્ધ (પેટની ડૂંટીમાં જે માતાની નાળ હોય છે તે જેની સમાન હોય અર્થાત્ એક જ માતાની કુખે જન્મેલ એવા કાકા, ફઇ, મામા-માસી તથા તેનો જે વ્યક્તિ સાથે પરંપરા સંબંધ છે તે ભત્રીજા-ભત્રીજી, ભાણિયા-ભાણેજી વગેરે) હોય તેવા પોતાના સગાવહાલા ઉપર જે મિત્રભાવ હોય તે સ્વજન મૈત્રી જાણવી. ૩. અન્યજન– ઉપકારી અને સ્વજનથી ભિન્ન એવા જે પરિચિત માણસની સાથે પોતાના પૂર્વજોએ સંબંધ રાખેલો હોય અથવા પોતે સંબંધ-પરિચયઓળખાણ કરેલ હોય તે વ્યક્તિને વિષે ઓળખાણ હોવાના કારણે થતો જે મિત્રભાવ તે અન્યજન મૈત્રી જાણવી.૪. સામાન્યજન—જેહિંતચિંતાસ્વરૂપ મિત્રભાવ તે સામાન્યજન મૈત્રી જાણવી. ઉપકારી-અનુપકારી, સ્વજન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org