________________
સંબોધ પ્રકરણ
પૃથ્વીપુર નગરમાં પૂર્ણ નામનો રાજા હતો. તેનો બુદ્ધિ નામનો મંત્રી હતો. એકવાર ભવિષ્યકાળને જાણનાર કોઇ જ્યોતિષીને જ્ઞાન થયું કે આ મહિના પછી વર્ષાદ થશે. તે વર્ષાદનું પાણી પીવાથી લોકો ગાંડા બની જશે. પછી કેટલોક કાળ ગયા પછી સુવૃષ્ટિ થશે. સુવૃષ્ટિ થતાં બધું સુંદર થશે. તે જ્યોતિષીએ રાજાને આ વિગત કહી.
૧૫૪
જ્યોતિષીએ આ પ્રમાણે કહ્યું એટલે રાજાએ નગરમાં ઢોલ પીટાવીને લોકોને જણાવ્યું કે તમે થાય તેટલા પાણીનો સંગ્રહં કરી લો. બધા લોકોએ પોતાની શક્તિ પ્રમાણે પાણીનો સંગ્રહ કરી લીધો. જણાવેલા મહિના પછી વર્ષાદ થયો. લોકોએ તે પાણી પીધું નહિ. સંગ્રહેલું પાણી ખૂટી જતાં લોકોએ નવું પાણી પીવાનું શરૂ કર્યું. ક્રમે કરીને લગભગ બધાય ગાંડા બની ગયા. સામંતો વગેરેએ ઘણા પાણીનો સંગ્રહ કર્યો હતો. છતાં તે પાણી ખૂટી જતાં તેમણે પણ દૂષિત વર્ષાદનું પાણી પીધું. રાજાની પાસે જૂના પાણીના વહેણનો સંગ્રહ હતો, પણ બીજા કોઇ પાસે ન હતો. રાજા ડાહ્યો હોવાના કારણે સામંત વગેરેની ગાંડપણ ભરેલી ચેષ્ટાઓમાં જ્યારે ભળતો નથી ત્યારે તેમણે મંત્રણા કરી કે, આપણે છીએ તો રાજા રાજ્યસુખ ભોગવી શકે છે. પણ રાજા આપણા અભિપ્રાય પ્રમાણે વર્તન કરતા નથી, અને કોણ જાણે કેટલા લાંબા કાળ સુધી રાજ્ય કરશે ? માટે તેને પકડીને બાંધી દઇએ. તેમની આ મંત્રણાનો બુદ્ધિ મંત્રીને ખ્યાલ આવી ગયો.
તેથી મંત્રીએ રાજાને કહ્યુંઃ રાજ્ય અને જીવનના રક્ષણનો ઉપાય એમનું અનુવર્તન કરવા સિવાય બીજો કોઇ નથી, અર્થાત્ ગાંડાઓ જેમ કરે તેમ કરીએ તો જ રાજ્ય અને જીવનનું રક્ષણ થઇ શકે. આથી રાજાએ પૂર્વનું સંગ્રહેલું પાણી પીવાનું રાખીને પોતાને કૃત્રિમ (=માત્ર બહારના દેખાવથી) ગાંડો બતાવ્યો. હવે રાજા ગાંડાઓની ભેગો ભળી ગયો. આથી સામંત વગેરેને આનંદ થયો. રાજ્ય ટકી ગયું. સમય જતાં સારો વર્ષાદ થયો. તેથી બધું સારું થયું.
આ દષ્ટાંતમાં જેમ ગાંડો ન હોવા છતાં દેખાવથી ગાંડા બનેલા રાજાએ બુદ્ધિ નામના મંત્રીની સહાયથી રાજ્યનું રક્ષણ કર્યું, તેમ પ્રસ્તુતમાં
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org