________________
સંબોધ પ્રકરણ
ગાથાર્થ— તે તે કાળને ઉચિત યતનાથી ચારિત્ર પાળનારા, ઇર્ષ્યાથી રહીત, પ્રતિલેખનાદિ અનુષ્ઠાનોમાં ઉદ્યમ કરનારા અને લોકવ્યવહારથી રહિત સાધુઓને સદા માટે ચારિત્ર હોય છે.
૧૫૦
વિશેષાર્થ– કરેલાનો પ્રત્યુપકાર કરવો અને લોકના સુખ-દુ:ખની ચિંતા કરવી વગેરે લોકવ્યવહાર છે. સાધુઓ આવા લોકવ્યવહારથી મુક્ત હોવાથી પોતાના સાંસારિક સંબંધીઓની અને પોતાના ભક્તજનની સાંસારિક કોઇ જાતની ચિંતા ન કરે. તથા લોકો આહાર-પાણી, વસપાત્ર અને વસતિ વગેરે આપે એ નિમિત્તે પ્રત્યુપકાર કરવાનો જરા પણ પ્રયત્ન ન કરે. ગૃહસ્થોએ સાધુઓની સેવા કોઇ જાતના સ્વાર્થ વિના કરવાની છે અને સાધુઓએ પણ ગૃહોએ કરેલી સેવાનો બદલો વાળવા અંગે કોઇ પ્રયત્ન કરવાનો નથી. માટે જ દશવૈકાલિકમાં ગૃહસ્થોને મુધાદાયી(=સ્વાર્થ વિના આપનારા) અને સાધુઓને મુધાજીવી(=ગૃહસ્થોએ કરેલી સેવાનો બદલો વાળવાનો પ્રયત્ન ન કરનારા) કહ્યા છે. (૩૪૪)
जत्थ न बालपसंगो, नोक्कडवंचणबलाइकारवणं । गीयत्थाणं सेवा, तत्थ जइत्तं सया जाण ॥ ३४५ ॥ यत्र न बालप्रसङ्गो न दुष्कृत-वञ्चन-बलादिकारापणम् । गीतार्थानां सेवा तत्र यतित्वं सदा जानीहि ॥ ३४५ ॥ . ૮૫૧ ગાથાર્થ જ્યાં અસંયતની સોબત થતી નથી, જ્યાં દુષ્કૃત્ય, છેતરામણી અને બલાત્કારે કરાવવું વગેરે થતું નથી અને ગીતાર્થોની સેવા થાય છે ત્યાં સદા તું ચારિત્રને જાણ.
વિશેષાર્થ– ગરમી દૂર કરવા પંખાનો ઉપયોગ, રાતે લાઇટમાં બેસવુંવાંચવું, જાતે ફોનથી વાત કરવી વગેરે સાધુઓ માટે દુષ્કૃત્ય છે. ધર્મના બહાને કોઇને છેતરવું એ મહાપાપ છે તથા ગૃહસ્થોને મહોત્સવ વગેરે કરવાની ઇચ્છા ન હોય છતાં યેનકેન પ્રકારેણ મહોત્સવ વગેરે કરાવવું એ બલાત્કારે કરાવ્યું ગણાય. સાધુનો ધર્મ ઉપદેશ આપવાનો છે. તથા સાધુની પાસે પોતાનું કોઇ કામ કરાવવું હોય તો તેની ઇચ્છાથી કરાવાય, બલાત્કારે નહિ. બલાત્કારે કરાવવાથી ઇચ્છાકાર સામાચારીનો ભંગ થાય. (૩૪૫)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org