________________
સંબોધ પ્રકરણ
ગાથાર્થ– ગીતાર્થ સર્વત્ર ઉચિત દૃષ્ટિવાળો હોય અને (એથી) સર્વત્ર ઉચિત પ્રવૃત્તિ કરે. બીજાના દોષોને જોઇને પોતાની કર્મપ્રકૃતિથી થનારા દોષો છે એમ જાણે, અર્થાત્ દોષિત જીવના તેવા કર્મોના ઉદયથી તેનામાં આવા દોષો છે એમ વિચારીને દોષિત ઉપર દ્વેષ ન કરે. (૩૧૬)
૧૪૦
ओसनो इवि तहा, पायडसेवी न होति दोसाणं । जम्हा पवयणदोसो, मोहो उ मुद्धजणमज्झे ॥ ३१७ ॥
अवसन्नो यद्यपि तथा प्रकटसेवी न भवति दोषाणाम् । યસ્માત્ પ્રવચનોષો મોહસ્તુ મુધનનમધ્યે ॥ ૩૨
......
. ८२७
ગાથાર્થ— ગીતાર્થ શિથિલ હોય તો પણ દોષોનું પ્રકટ સેવન કરનારો ન હોય. કારણ કે મુગ્ધજનોમાં શાસનને દૂષણ લાગે એ મોહ છે=મોહનીયકર્મબંધનું કારણ છે. (એમ તે જાણે છે.) (૩૧૭)
गीयत्थाणं पुरओ, सव्वं भासेइ निययमायारं । जम्हा तित्थसारिच्छा जुगप्पहाणा सुए भणिया ।। ३१८ ॥
गीतार्थानां पुरतः सर्वं भाषते निजकमाचारम् ।
यस्मात् तीर्थसदृशा युगप्रधानाः श्रुते भणिताः ॥ ३१८ ॥
.८२८
ગાથાર્થ— શિથિલ ગીતાર્થ ગીતાર્થી પાસે પોતાના બધા આચારોને કહે છે, અર્થાત્ પોતે જે જે શિથિલ આચરણ કરે છે તે બધું ગીતાર્થોની પાસે પ્રકાશિત કરે છે. કારણ કે તે તે યુગમાં મુખ્ય હોય તેવા ગીતાર્થોને શાસ્ત્રમાં તીર્થ સમાન કહ્યા છે.
.........
વિશેષાર્થ— જે તારે તે તીર્થ. તે તે કાળે મુખ્ય ગણાતા ગીતાર્થો ધર્માર્થી જીવોને સત્ય ઉપદેશ અને આલોચના આદિથી તારે છે માટે તીર્થસમાન છે. શિથિલ ગીતાર્થ આવા ગીતાર્થોની આગળ પોતાના બધા શિથિલ આચરણને પ્રકાશિત કરવા દ્વારા પોતાની નબળાઇનો સ્વીકાર આદિથી તરી જાય છે. (૩૧૮)
सारणवारणचोयण-पडिचोयणमाइएस कज्जेसु । सोप्पुरओ कायव्वो, नाणीणं दंसियं जम्हा ॥ ३९९ ॥
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org