________________
સંબોધ પ્રકરણ
ગાથાર્થ— ક્ષુધાશમન, વેયાવચ્ચ, ઇર્યાસમિતિ, સંયમ, પ્રાણ ધારણ અને ધર્મચિંતા આ છ કારણોથી સાધુ ભોજન કરે.
૧૨૪
વિશેષાર્થ— ક્ષુધા સમાન કોઇ વેદના નથી. ક્ષુધાની વેદના હોય તો આર્તધ્યાન વગેરે થવાનો સંભવ છે. આથી ક્ષુધાની વેદનાને શમાવવા સાધુ ભોજન કરે. ભૂખથી પીડાતો સાધુ વેયાવચ્ચ ન કરી શકે. વેયાવચ્ચ નિર્જરાનું (પ્રબળ) કારણ હોવાથી વૈયાવૃત્ય કરવું જોઇએ. આથી વૈયાવૃત્ત્વ થઇ શકે એ માટે સાધુ ભોજન કરે. ભોજન વિના. ઇર્યાસમિતિનું પાલન ન કરી શકે. પ્રતિલેખના વગેરે સંયમનું પાલન ન કરી શકે. પ્રાણનો નાશ થાય. સૂત્રોનું પરાવર્તન (=આવૃત્તિ) અને અર્થનું સ્મરણ (=ચિંતન) વગેરે કરવામાં અસમર્થ બને, આ કારણોથી સાધુ ભોજન કરે. પણ રૂપ વધે, શરીર પુષ્ટ બને વગેરે માટે ભોજન ન કરે, અથવા ઉપર્યુક્ત ક્ષુધાવેદનાદિ સિવાય અન્ય કોઇ કારણથી ભોજન ન કરે. (૨૭૫)
आयंके १ उवसग्गे, तितिक्खया २ बंभचेरगुत्तीसु ३ । पाणिदया ४ तवहेऊ ५, सरीरवुच्छेयणट्ठाए ५ ॥ २७६ ॥ आतङ्के उपसर्गे तितिक्षया ब्रह्मचर्यगुप्तिषु ।
प्राणिदया तपोहेतुः शरीरव्यवच्छेदनार्थम् ॥ २७६ ॥ ........ ૭૮૬ ગાથાર્થ— રોગ, ઉપસર્ગમાં સહન કરવા માટે, બ્રહ્મચર્યગુપ્તિ, પ્રાણિદયા, તપ અને શરીરનો ત્યાગ આ છ કારણોથી સાધુ ભોજન ન કરે.
વિશેષાર્થ– રોગ–તાવ વગેરે રોગમાં સાધુ ભોજન ન કરે. ઉપવાસને કરતા સાધુના પ્રાયઃ તાવ વગેરે રોગ દૂર થાય છે. ઉપસર્ગ– ઉપસર્ગ સહન કરવા માટે દેવ વગેરેથી કરાયેલા ઉપસર્ગમાં સાધુ ભોજન ન કરે. ઉપસર્ગ અનુકૂળ અને પ્રતિકૂળ એમ બે પ્રકારના છે. તેમાં માતા-પિતા અને પત્ની વગેરે સ્વજનથી કરાયેલ ઉપસર્ગ અનુકૂળ છે. તેઓ સ્નેહ આદિથી દીક્ષા છોડાવવા માટે ક્યારેક ઉપસ્થિત થાય. તેમાં આ ઉપસર્ગ છે એમ માનીને ભોજન ન કરે. કારણ કે ઉપવાસ કરતા જોઇને આ દીક્ષામાં મક્કમ છે એમ જાણીને અથવા આ મરી જશે એમ મરણના ભયથી છોડી દે. ગુસ્સે થયેલા રાજા વગેરેથી કરાયેલ ઉપસર્ગ પ્રતિકૂળ
ન
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org