________________
૧૨૦ *
સંબોધ પ્રકરણ પૂર્વપ્રતિપન્ન નિગ્રંથો જો હોય તો એકથી શતપૃથફત્વ સુધી હોય. અર્થાત્ જઘન્યથી એક, બે કે ત્રણ હોય. ઉત્કૃષ્ટથી શતપૃથફત્વ હોય. પ્રતિપદ્યમાનસ્નાતકો જો હોય તો એક સમયમાં એકસો આઠ સુધી હોય, અર્થાત્ જઘન્યથી એક, બે કે ત્રણ હોય, ઉત્કૃષ્ટથી એકસો આઠ હોય.
પૂર્વપ્રતિપન્નસ્નાતકો જઘન્ય અને ઉત્કૃષ્ટથી કોટિપૃથકત્વ હોય, પણ આ વિશેષતા છે કે જઘન્ય પૃથફત્વથી ઉત્કૃષ્ટ પૃથક્વ દરેક સ્થળે અધિક જાણવું.
(૩૭) અલ્પબહુવૈદ્વાર– ભેદોમાં પરસ્પર ઓછી-વધારે સંખ્યા તે અલ્પબદુત્વ કહેવાય છે. નિગ્રંથ, પુલાક, સ્નાતક, બકુશ, પ્રતિસેવનાકુશીલ અને કષાયકુશીલ ક્રમશઃ સ્તોક અને સંખ્યાતગુણા છે. ભાવના આ પ્રમાણે છે–નિગ્રંથો સર્વ સ્તોક છે. કારણ કે ઉત્કૃષ્ટથી પણ તેમની શતપૃથક્વસંખ્યા છે. તેમનાથી પુલાક સંખ્યાતગુણા છે. કારણ કે તેમની સહસ પૃથકૃત્વ સંખ્યા છે. તેમનાથી સ્નાતકો સંખ્યાતગુણા છે. કારણ કે તેમનું કોટિપૃથકૃત્વ પ્રમાણ છે. તેમનાથી બકુશો સંખ્યાતગુણા છે. કારણ કે તેમનું કોટિશત પૃથકત્વ પ્રમાણે છે. તેમનાથી પ્રતિસેવનાકુશીલો સંખ્યાતગુણા છે. [આમાં ઘટના નીચે જ કહેશે.] તેમનાથી કષાયકુશીલો સંખ્યાતગુણા છે. કારણ કે તેમનું કોટિસહસપૃથફત્વ પ્રમાણ કહ્યું છે.
બકુશ અને પ્રતિસેવનાકુશીલ એ બંને કોટિશતપૃથફત્વપ્રમાણ હોવાથી બકુશોથી પ્રતિસેવનાકુશીલ સંખ્યાતગુણા કેવી રીતે થાય? એ શંકાનું સમાધાન કરે છે–
જો કે માત્ર શાસ્ત્ર પ્રમાણે અર્થ સાંભળવાથી બકુશો અને પ્રતિસેવનાકુશીલોની તુલ્યતા ભાસે છે, તો પણ કોટિશતપૃથકત્વ પરસ્પર ભિન્ન હોવાથી દોષ નથી. (ભગવતીમાં) કહ્યું છે કે-“પ્રતિસેવનાકુશીલ (બકુશોથી) સંખ્યાતગુણા છે.”
પ્રશ્ન- આ કેવી રીતે ઘટે? કારણ કે બકુશોનું પણ ઉત્કૃષ્ટથી કોટિશતપૃથફત્વ પ્રમાણ કહ્યું છે.
ઉત્તર- તમારું કહેવું બરાબર છે. પણ બકુશીનું કોટિશતપૃથફર્વ બે કોટિશત(=અવ) કે ત્રણ કોટિશત વગેરે પ્રમાણવાળું છે, અને પ્રતિસેવના કુશીલોનું કોટિશતપૃથકૃત્વ ચારકોટિશત, છકોટિશત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org