________________
ગુરુ અધિકાર વિભાગ-૨
૧૧૯
સંયોગ માત્ર (જેટલો સંયોગ હોય તેટલો બધો સંયોગ) સ્પર્શના છે. (અર્થાત્ જેટલા પ્રદેશમાં (=સ્થાનમાં) વસ્તુ રહેલી છે, તેટલો જ પ્રદેશ ક્ષેત્ર છે. વસ્તુ જેટલા પ્રદેશમાં રહેલી છે તે ક્ષેત્ર ઉપરાંત વસ્તુ જેટલા પ્રદેશને સ્પર્શે છે તે બધો પ્રદેશ સ્પર્શના છે. આથી ક્ષેત્ર કરતાં સ્પર્શના કંઇક વધારે છે. આમ ક્ષેત્ર અને સ્પર્શના ભિન્ન હોવા છતાં કથંચિત્ અભિન્ન છે.)
(૩૫) ભાવદ્વાર– ભાવ એટલે આત્માના ઔયિક વગેરે પરિણામ. પુલાક, બકુશ અને બંને પ્રકારના કુશીલ ક્ષાયોપશમિક ભાવમાં હોય છે. સ્નાતક ક્ષાયિક ભાવમાં હોય છે. નિગ્રંથ ઔપશમિક અને ક્ષાયિક ભાવમાં હોય છે.
(૩૬) પરિમાણદ્વાર– પરિમાણ એટલે સંખ્યા. 'પ્રતિપદ્યમાન પુલાક એકથી શતપૃથ સુધી હોય.
ભાવાર્થ— પ્રતિપદ્યમાન પુલાકો ક્યારેક હોય, ક્યારેક ન હોય, જો હોય તો જધન્યથી એક, બે કે ત્રણ હોય. ઉત્કૃષ્ટથી શતપૃથ હોય. પૂર્વપ્રતિપત્ર પુલાકો પણ ક્યારેક હોય, ક્યારેક ન હોય. જો હોય તો જધન્યથી એક, બે કે ત્રણ હોય. ઉત્કૃષ્ટથી સહસ્રપૃથ હોય.
પ્રતિપદ્યમાન બકુશ અને પ્રતિસેવનાકુશીલ પણ પુલાકની જેમ જ ક્યારેક હોય, ક્યારેક ન હોય. જો હોય તો જઘન્યથી એક, બે કે ત્રણ હોય, ઉત્કૃષ્ટથી શતપૃથ હોય. પૂર્વપ્રતિપક્ષ તો જધન્ય અને ઉત્કૃષ્ટથી નિયમા કોટિશત (=અબજ) પૃથ હોય.
પ્રતિપદ્યમાન કષાયકુશીલો ક્યારેક હોય, ક્યારેક ન હોય, જો હોય તો જધન્યથી એક, બે કે ત્રણ હોય. ઉત્કૃષ્ટથી સહસ્રપૃથ હોય. પૂર્વપ્રતિપત્ર તો ઉત્કૃષ્ટ અને જધન્યથી કોટિસહસ્ર (=ખર્વ) પૃથ હોય.
પ્રતિપદ્યમાન નિગ્રંથો ક્યારેક હોય, ક્યારેક ન હોય. જો હોય તો જઘન્યથી એક, બે કે ત્રણ હોય. ઉત્કૃષ્ટથી એકસો બાસઠ હોય. ક્ષપક એકસો આઠ અને ઉપશામક ચોપ્પન હોય. (બંને મળીને એકસો બાસઠ થાય.)
૧. પ્રતિપદ્યમાન=પુલાકપણું વગેરેને વર્તમાનમાં સ્વીકારતા કે પામતા. પૂર્વપ્રતિપન્ન=પુલાકપણું વગેરેને સ્વીકારી ચૂકેલા કે પામી ગયેલા.
૨. પૃથક્ત્વ=બેથી નવ. શતપૃથ=બસોથી નવસો. આ પ્રમાણે આગળ પણ પૃથફ્ક્ત શબ્દ જ્યાં આવે ત્યાં આ પ્રમાણે અર્થ સમજવો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org