________________
૧૧૮
સંબોધ પ્રકરણ પુલાકમાં વેદના, કષાય અને મરણ ત્રણ સમુદ્દાત હોય. પ્રશ્ન– પુલાક અવસ્થામાં મરણ ન હોવાથી પુલાકમાં મરણ સમુદ્યાત શી રીતે હોય?
ઉત્તર-પુલાકનું મરણ ને હોવા છતાં સમુદ્ધાતથી નિવૃત્ત થયેલ છે કષાયકુશીલપણું આદિ ભાવને પામીને મૃત્યુ પામે છે. આથી તેમાં મારણાન્તિક સમુદ્ધાતનો વિરોધ નથી.
બકુશ અને પ્રતિસેવનાકુશીલમાં ઉક્ત ત્રણ તથા વૈક્રિય અને તૈજસ એમ પાંચ સમુદ્યાત હોય.
કષાયકુશીલમાં ઉક્ત પાંચ અને આહારક એમ છ સમુદ્યાત હોય.. નિગ્રંથમાં સમુદ્યાત ન હોય. કારણ કે સમુદ્રઘાતથી રહિત જ જીવો નિગ્રંથભાવને સ્પર્શી શકે છે–પામી શકે છે. સ્નાતકમાં એક જ કેવલિસમુદ્ધાત હોય.
(૩૩) ક્ષેત્રદ્વાર–ક્ષેત્ર એટલે અવગાહના. અર્થાત્ સ્વવ્યાપ્ય આકાશ પ્રદેશનો સંયોગ. (ભાવાર્થ–પોતાના શરીરથી કેટલા આકાશ પ્રદેશોને સ્પર્શે છે તેની વિચારણા એ ક્ષેત્ર દ્વાર છે.) પુલાક, બકુશ, બંને પ્રકારના કુશીલ અને નિગ્રંથની અવગાહના લોકના અસંખ્યાતમા ભાગમાં છે. કારણ કે પુલાક વગેરેનું શરીર લોકના અસંખ્યાતમા ભાગમાં જ હોય છે. સ્નાતકની અવગાહના દંડ અને કપાટ કરતી વખતે આત્મપ્રદેશો શરીરમાં રહેલા છે ત્યારે સમુદ્ધાતના પહેલા અને બીજા સમયે) લોકના અસંખ્યાતમા ભાગમાં હોય છે. અથવા સ્નાતકની અવગાહના લોકના અસંખ્યાત ભાગોમાં હોય છે. કારણ કે મંથાન કરતી વખતે ત્રીજા સમયમાં) આત્મપ્રદેશોથી ઘણો લોક વ્યાપ્ત હોવાથી અને થોડો લોક અવ્યાપ્ત હોવાથી લોકના અસંખ્યાતા ભાગોમાં સ્નાતકની સ્થિતિ હોય છે. અથવા સ્નાતકની અવગાહના સંપૂર્ણ લોક છે. આત્મપ્રદેશોથી સંપૂર્ણ લોકને પૂરે ત્યારે ચોથા સમયમાં) આ અવગાહના હોય છે.
(૩૪) સ્પર્શનાકાર- સ્પર્શના ક્ષેત્રની જેમ જ જાણવી. પણ ક્ષેત્ર અને સ્પર્શનાના અર્થમાં થોડો તફાવત છે. અવગ્રાહ્ય વસ્તુથી સમવ્યાપ્ત પ્રદેશમાં રહેલ આકાશ એ ક્ષેત્ર છે. સ્પર્શના પાસેના ક્ષેત્રની પણ હોય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org