________________
4
ગુરુ અધિકાર વિભાગ-૨
૧૧૭
છે. બકુશ અને બંને પ્રકારના કુશીલનો કાળ જઘન્યથી એક સમય છે. કારણ કે ચારિત્ર સ્વીકારના અનંતર સમયે તેમનું મરણ થઇ શકે છે. તેમનો ઉત્કૃષ્ટથી કાળ દેશોન પૂર્વકોટિ વર્ષ છે. પૂર્વકોટિ આયુષ્યવાળો જીવ આઠ વર્ષના અંતે ચારિત્ર સ્વીકારે ત્યારે આટલો કાળ જાણવો.
નિગ્રંથમાં જધન્ય કાળ એક સમય છે. કારણ કે ઉપશાંતમોહના પહેલા સમયે જ મૃત્યુ થઇ શકે છે. નિગ્રંથમાં ઉત્કૃષ્ટ કાળ અંતર્મુહૂર્ત છે. કારણ કે નિગ્રંથનો કાળ અંતર્મુહૂર્ત જેટલો જ છે. આ શ્રી ભગવતીસૂત્રમાં કહ્યું છે. તેનો આલાવો આ પ્રમાણે છે—નિગ્રંથ સંબંધી પ્રશ્ન—હે ગૌતમ !
(નિગ્રંથનો કાળ) જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત છે.” બીજાઓ નિગ્રંથનો કાળ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી એમ બંને રીતે અંતર્મુહૂર્ત કહે છે. શ્રી ઉત્તરાધ્યયનની વૃત્તિમાં કહ્યું છે કે—“બીજાઓ તો નિગ્રંથમાં પણ જધન્યથી અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત જ છે એમ માને છે.”
સ્નાતકમાં જધન્યથી કાળ અંતર્મુહૂર્ત છે. કારણ કે આયુષ્યના અંતિમ અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન ઉત્પન્ન થાય ત્યારે સ્નાતકનો જધન્ય કાળ આટલો પ્રાપ્ત થાય છે. સ્નાતકમાં ઉત્કૃષ્ટથી દેશોનપૂર્વકોટિ કાલ છે.
(૩૧) અંતરદ્વાર— પુલાકપણું આદિ ભાવથી પતિત થયા પછી ફરી તે ભાવની પ્રાપ્તિ ક્યારે થાય તેની વિચારણા તે અંતરદ્વાર છે. પુલાક, બકુંશ અને બંને પ્રકારના કુશીલ અને નિગ્રંથનું જઘન્ય અંતર અંતર્મુહૂર્ત છે. કારણ કે પુલાક વગેરે બનીને ત્યાંથી પડેલો જીવ જધન્યથી અંતર્મુહૂર્ત રહીને ફરી પુલાક વગેરે થાય છે. તેમનું ઉત્કૃષ્ટ અંતર દેશોન-અર્ધપુદ્ગલપરાવર્ત છે. સ્નાતકનું અંતર નથી. કારણ કે તેનું પતન નથી.
(૩૨) સમુદ્દાતદ્વાર– સમુદ્દાત શબ્દમાં સમ્, સ્ અને પાત એમ ત્રણ શબ્દો છે. તેમાં સમ્ એટલે સંપૂર્ણપણે, ૩૬ એટલે પ્રબલપણે, ઘાત એટલે આત્મપ્રદેશોને બહાર કાઢવા.' (અર્થાત્ સર્વ આત્મપ્રદેશોને પ્રબલ પ્રયત્નપૂર્વક શરીરથી બહાર કાઢવા તે સમુદ્દાત.) સમુદ્ધાતના વેદના વગેરે સાત ભેદ છે.
૧. સમુદ્દાત શબ્દની પ્રચલિત વ્યાખ્યા આ પ્રમાણે છે—સમ્—તન્મય થવું, ત્=અધિકતાથી ઘણા, પાત=ક્ષય. તન્મય થઇને કાલાંતરે ભોગવવા યોગ્ય ઘણા કર્મોનો જેમાં ક્ષય થાય તે સમુદ્ધાત.
Jain Education International
-
For Personal & Private Use Only
www.jainelibrary.org