________________
સંબોધ પ્રકરણ
૧૧૬
આશ્રયીને આ ઘટે છે. ઉપશમ અને ક્ષપક એ બે શ્રેણિ એક ભવમાં ન હોય. આ સૈદ્ધાંતિકોનો અભિપ્રાય છે. કાર્મગ્રંથિકો તો કહે છે કે—જે ઉત્કૃષ્ટથી એક ભવમાં બે વાર ઉપશમશ્રેણિ સ્વીકારે છે તેને તે ભવમાં અવશ્ય ક્ષપકશ્રેણિ ન હોય. જે એકવાર ઉપશમંશ્રેણિને સ્વીકારે છે તેને ક્ષપકશ્રેણિ હોય પણ.’ સ્નાતકને એક આકર્ષ હોય. તેને પડવાનું ન હોવાથી અન્ય આકર્ષ ન હોય.
આ ઉત્કૃષ્ટથી કહ્યું. જઘન્યથી બધાને એક જ આકર્ષ હોય. એક ભવમાં એક વાર પુલાકાદિની પ્રાપ્તિથી જ સિદ્ધિમાં જાય છે.
અનેક ભવોને આશ્રયીને આકર્ષ આ પ્રમાણે છે—જઘન્યથી બધાને બે આકર્ષો હોય. એક ભવમાં એક આકર્ષ અને બીજા ભવમાં એક આકર્ષ એમ બે આકર્ષ થાય. ઉત્કૃષ્ટથી પુલાકના સાત આકર્ષ હોય. પુલાકપણું ઉત્કૃષ્ટથી ત્રણ ભવોમાં હોય. એક ભવમાં ઉત્કૃષ્ટથી ત્રણ આકર્ષ થાય. તેથી પ્રથમ ભવમાં એક અને બીજા બે ભવોમાં ત્રણ ત્રણ ઇત્યાદિ પ્રકારોથી સાત આકર્ષ થાય છે.
બકુશ અને બંને પ્રકારના કુશીલના આકર્ષ સહસ્રપૃથકૃત્વ થાય. તેમના ચારિત્રના આઠ ભવો થાય. એક ભવમાં ઉત્કૃષ્ટથી શતપૃથક્ આકર્ષ કહ્યા છે. તેમાં જ્યારે આઠ ભવોમાં ઉત્કૃષ્ટથી દરેક ભવમાં નવસો આકર્ષ થાય, ત્યારે નવસોને આઠથી ગુણવાથી સાત હજાર ને બસો આકર્ષ થાય. નિગ્રંથમાં પાંચ જ આકર્ષી હોય. નિગ્રંથના ઉત્કૃષ્ટથી ચારિત્રના ત્રણ ભવો થાય. એક ભવમાં બે આકર્ષ થાય. આમ બે ભવમાં બે બે અને એક ભવમાં એક ક્ષપકનિગ્રંથપણાનો આકર્ષ કરીને સિદ્ધ થાય છે. સ્નાતકમાં ભવાંતર નથી. આથી તેમાં અનેકભવોને આશ્રયીને વિચારણા નથી.
(૩૦) કાળદ્વાર– અહીં તે તે ભાવમાં અવસ્થાનનું પ્રમાણ કાલ કહેવાય છે. (ભાવાર્થ– પુલાક વગેરે પુલાક આદિ તરીકે કેટલો કાળ રહે તેની વિચારણા એ કાલદ્વાર છે.) પુલાકનો જધન્યથી કાળ અંતર્મુહૂર્ત છે. કારણ કે પુલાકપણાને પામ્યા પછી અંતર્મુહૂર્ત પૂર્ણ ન થાય ત્યાં સુધી એ મૃત્યુ પામતો નથી, અને પુલાકપણાથી ભ્રષ્ટ પણ થતો નથી. તેનો ઉત્કૃષ્ટથી પણ અંતર્મુહૂર્ત કાળ છે. કારણ કે પુલાકનો સ્વભાવ અંતર્મુહૂર્ત જેટલો જ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org