________________
ગુરુ અધિકાર વિભાગ-૨
૧૧૫ હોય. કેવલી સમુદ્ધાતમાં ત્રીજા-ચોથા-પાંચમા સમયમાં અને અયોગી અવસ્થામાં અનાહારક હોય, તે સિવાય આહારક હોય.
(૨૮) ભવધાર– ભવ એટલે જન્મ. ભવ ચારિત્રયુક્ત સમજવો. પાંચેનો જઘન્ય એક ભવ હોય. કારણ કે જઘન્યથી એક જ ભવમાં મોક્ષમાં જાય. ઉત્કૃષ્ટ ભવો પુલાકના ત્રણ, બકુશ અને બંને પ્રકારના કુશીલના આઠ, નિગ્રંથના ત્રણ અને સ્નાતકનો એક હોય.
આની ઘટના આ પ્રમાણે છે–પુલાક જઘન્યથી એક ભવમાં પુલાક થઈને કષાયકુશીલપણું આદિ અન્ય સંયતભાવને એકવાર કે અનેકવાર અનુભવીને તે જ ભવમાં કે ભવાંતરમાં મોક્ષ પામે છે. ઉત્કૃષ્ટથી દેવભવ આદિના આંતરાવાળા ત્રણ ભવો સુધી પુલાકાણું પામે છે.
બકુશ વગેરેમાં ઘટના આ પ્રમાણે છે–કોઈ જીવ એક ભવમાં બકુશપણું પામીને કષાયકુશીલભાવ આદિની પ્રાપ્તિના ક્રમથી સિદ્ધ થાય છે. કોઈ જીવ એક ભવમાં બકુશપણું આદિ પામીને ભવાંતરમાં અન્ય સંયતભાવોનો અનુભવ કરીને સિદ્ધ થાય છે. આથી કહેવાય છે કે–જઘન્યથી એક ભવ અને ઉત્કૃષ્ટથી આઠ ભવો સુધી ચારિત્રની પ્રાપ્તિ થાય છે. તેમાં કોઈ જીવ આઠ ભવો બકુશ આદિ તરીકે કરે અને છેલ્લા (આઠમા) ભવમાં કષાયકુશીલપણું આદિ ભાવોથી યુક્ત બનીને, કોઈ જીવ દરેક ભવે પ્રતિસેવના કુશીલપણું આદિ ભાવોથી યુક્ત બનીને, આઠ ભવો પૂરા કરે.
નિગ્રંથ જઘન્યથી એક ભવમાં સ્નાતકપણું પામીને સિદ્ધ થાય છે. ઉત્કૃષ્ટથી દેવ વગેરે ભવના આંતરાથી બે ભવમાં ઉપશમ નિગ્રંથપણું પાસીને ત્રીજા ભવમાં ક્ષીણમોહ થઇને સ્નાતકપણું પામીને સિદ્ધ થાય છે. સ્નાતકને અજઘન્ય અનુત્કૃષ્ટ એક જ ભવ હોય એમ જાણવું.
(૨૯) આકર્ષદ્વાર– આકર્ષ એટલે પુલાકપણું આદિ ભાવની પ્રાપ્તિ એક ભવમાં કે અનેક ભવોમાં એક જીવને પુલાકપણું આદિ કોઈ એક ભાવની પ્રાપ્તિ કેટલીવાર થાય એની વિચારણા એ સંનિકર્ષ દ્વાર છે.
એક ભવમાં સંનિકર્ષ આ પ્રમાણે છે–પુલાકના ત્રણ આકર્ષ છે. અર્થાત્ એક ભવમાં ત્રણવાર પુલાકપણાની પ્રાપ્તિ થાય. નિગ્રંથના બે આકર્ષે છે. એક ભવમાં બે વાર ઉપશમશ્રેણિ કરવાથી ઉપશમ નિગ્રંથને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org