________________
૧૧૪
સંબોધ પ્રકરણ
જ થાય, અથવા શુદ્ધિ વધતાં સ્નાતક પણ થાય. કારણ કે ક્ષીણમોહ નિગ્રંથ શુદ્ધિ વધતાં કેવલી=સ્નાતક જ થાય છે, અથવા જો ઉપશમભાવમાંથી નિગ્રંથ પડે તો અવિરત જ થાય. કારણ કે અગીયારમાં ગુણસ્થાનકે મરેલો નિગ્રંથ દેવગતિને જ પામે છે અને ત્યાં નિયમો અવિરતિ જ હોય છે. જો કે ઉપશમશ્રેણિથી પડેલો નિગ્રંથ દેશવિરતિ થાય છે, તો પણ તે અહીં કહ્યો નથી. કારણ કે તે સીધો દેશવિરતિ બનતો નથી. (પણ પડતો પડતો કષાયકુશીલાદિ ભાવોને પામતો પરંપરાએ દેશવિરતિપણાને પામે છે.) આથી જ પુલાક પણ કષાયકુશીલપણાને પામીને દેશવિરતિ થાય છે, છતાં તે કથન કર્યું નથી, એમ મહાપુરુષો કહે છે. સ્નાતક તો સ્નાતકપણાને છોડીને સિદ્ધ જ થાય છે.
(૨૬) સંજ્ઞાકાર- સંજ્ઞા એટલે નિરંતર આદરપૂર્વકની આસક્તિવાળું. ચિત્ત. કહ્યું છે કે “સંજ્ઞા એટલે સંજ્ઞાન, અર્થાત્ મોહથી વ્યક્ત થતું ચિત્ત (ચૈતન્ય).” સંજ્ઞાના આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ એમ ચાર પ્રકારો છે. તેમાં સ્નાતક, નિર્ગથ અને પુલાક એ ત્રણને સંજ્ઞા નથી જ. કારણ કે આહારાદિનો ઉપભોગ કરવા છતાં તેમાં તેઓને આસક્તિ હોતી નથી. જે આહારાદિમાં રાગવાળા હોય તે જ સંજ્ઞાવાળા છે.
પ્રશ્ન- નિગ્રંથ અને સ્નાતક એ બે વીતરાગ હોવાથી તેઓને સંજ્ઞા ન હોય તે બરાબર છે, પણ પુલાક તો રાગી હોવા છતાં તેને “સંજ્ઞા ન હોય” એમ કહ્યું, તે કેમ ઘટે?
ઉત્તર– તમારી સમજ બરાબર નથી. કારણ કે–રાગીમાં પણ સર્વથા અનાસક્તિ ન જ હોય તેમ કહી શકાય નહિ, બકુશ વગેરે સરાગી હોવા છતાં તેઓ અનાસક્ત પણ હોય, એમ શાસ્ત્રમાં કહ્યું છે. આથી જ કહે છે કે બકુશ વિગેરે સંજ્ઞાવાળા અને સંજ્ઞારહિત એમ બંને પ્રકારના હોય છે. કારણ કે તેઓને સર્વથા સંજ્ઞાનો અભાવ થાય તેવાં સંયમસ્થાનો હોતાં નથી.
(૨૭) આહારદ્વાર– અહીં કવલાહાર, ઓજાહાર અને લોમાહાર વગેરેમાંથી કોઈ પણ આહાર જાણવો. પુલાક, બકુશ, કુશીલ અને નિગ્રંથ આહારક જ હોય. અનાહારક ન હોય. કારણ કે–અનાહારકપણાના કારણો વિગ્રહગતિ વગેરેનો અભાવ છે. સ્નાતક આહારક કે અનાહારક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org