________________
ગુરુ અધિકાર વિભાગ-૨
૧૧૩
ઉપશાંતમોહનિગ્રંથ આયુષ્ય, વેદનીય અને મોહનીય સિવાયના પાંચની, ક્ષીણમોહનિગ્રંથ અને સ્નાતક એ બે નામ અને ગોત્ર એ બે કર્મોની જ ઉદીરણા કરે છે. તથા સ્નાતક અયોગી ગુણસ્થાનકે ઉદીરણા રહિત હોય છે, એકેય કર્મની ઉદીરણા કરતો નથી.
(૨૫) ઉપસંપત્તાર-ઉપસંપ એટલે નવા ગુણની (અન્ય ચારિત્રની) પ્રાપ્તિ અને હાન એટલે વર્તમાન અવસ્થાનો ત્યાગ. આ બંને શબ્દોનો સંસ્કૃત ભાષાના નિયમ પ્રમાણે સમાહાર (એકતા) થતાં “ઉપસંપદ્ધાન” એવો શબ્દ બને છે. પણ અહીં ગુજરાતી ભાષાની અપેક્ષાએ બેનું વર્ણન જુદી જુદી રીતે કરવાનું હોવાથી બંનેને જુદા કેહ્યા છે.
ઉપસંપદ્રહાનની વિચારણામાં પુલાક પુલાકપણાને છોડીને પણ સંયત જ રહીને કષાયકુશીલ બને, અથવા અસંયત બને. પુલાક જો પુલાકપણું છોડીને પણ સંયત જ રહે તો કષાયકુશીલપણાને પામે. કારણ કે તેનાં સંયમસ્થાનો કષાયકુશીલની સમાન હોય છે. એ જ પ્રમાણે જેનાં જેનાં સંયમસ્થાનો સમાન હોય તે તે, તે ભાવનો સ્વીકાર કરે છે, પણ કષાયકુશીલ, નિર્ગથ અને સ્નાતકપણું એ ત્રણને છોડીને આ નિયમ જાણવો. કારણ કે કષાયકુશીલ વિદ્યમાન સ્વસમાન સંયમસ્થાનવાળા પુલાક આદિ ભાવોને સ્વીકારે છે, અને સ્વસમાન સંયમસ્થાનો જ્યાં નથી તેવા નિગ્રંથભાવને પણ સ્વીકારે છે. નિર્ગથ કષાયકુશીલપણાને અથવા સ્નાતકપણાને પામે છે. સ્નાતક તો સ્નાતક ભાવમાંથી સિદ્ધ જ થાય છે. બકુશપણાથી પતિતભ્રષ્ટ) થયેલો બકુશ કષાયકુશીલ કે પ્રતિસેવના કુશીલ થાય, અથવા અવિરતિ કે દેશવિરતિ શ્રાવક થાય.
પ્રતિસેવનાકુશીલપણાથી પતિત પ્રતિસેવનાશીલ બકુશ કે કષાયકુશીલ થાય, અથવા અવિરતિ કે દેશવિરતિ શ્રાવક થાય. કષાયકુશીલભાવથી પતિત કષાયકુશીલ પુલાક, બકુશ, પ્રતિસેવનાકુશીલ કે નિગ્રંથ એ ચારમાંથી કોઈ પણ ભાવને પામે, અથવા અવિરતિ કે દેશવિરતિ શ્રાવક પણ થાય.
નિગ્રંથપણાથી ભ્રષ્ટ થયેલો નિગ્રંથ કષાયકુશીલ થાય. કારણ કે શ્રેણિથી પડતાં ઉપશમનિગ્રંથને સંયમના પરિણામ હોય, તેથી કષાયકુશીલ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org