________________
સંબોધ પ્રકરણ
૧૧૨ .
આઠે કર્મનો બંધ હોય છે. કારણ કે તેઓને આયુષ્યબંધનો પણ સંભવ છે. કષાયકુશીલ આ રીતે છ, સાત અને આઠ પ્રકૃતિઓ પણ બાંધે છે. જ્યારે સૂક્ષ્મસંપ૨ાય ગુણસ્થાનકે હોય ત્યારે તે અપ્રમત્ત હોવાથી આયુષ્યનો અને બાદર કષાયના અભાવે મોહનીયનો બંધ થતો નથી, માટે ત્યાં તે છનો બંધક હોય. પ્રમત્તચારિત્રમાં આયુષ્ય ન બંધાય ત્યારે સાતનો બંધક અને આયુષ્ય બંધાય ત્યારે આઠનો બંધક હોય.
ઉપશાંતમોહ કે ક્ષીણમોહ નિગ્રંથ એકજ વેદનીય કર્મ બાંધે છે, કારણ કે બંધ હેતુઓ પૈકી ત્યારે તેને માત્ર યોગો જ હોય છે. સ્નાતક માત્ર શાતાવેદનીયને જ બાંધે, અથવા અયોગી અવસ્થામાં બંધહેતુ ન રહેવાથી અબંધક બને.
(૨૩) વેદદ્વાર– વેદ એટલે કર્મોનો ઉદય, અર્થાત્ કર્મના વિપાકનો (=ફળનો) અનુભવ. પુલાક, બકુશ અને પ્રતિસેવનાકુશીલ એ ત્રણેય નિયમા આઠે કર્મોના વેદક એટલે ઉદયવાળા હોય છે. નિગ્રંથ સાત કર્મોનો વેદક છે. કારણ કે તેનું મોહનીય કર્મ ઉપશાંત કે ક્ષીણ થઇ ગયું હોય છે. સ્નાતક ચાર અઘાતી કર્મોનો જ વેદક છે.
(૨૪) ઉદીરણાદાર– ઉદયાવલિકામાં નહિ આવેલાં પણ કર્મોને પ્રયત્નથી ઉદયાવલિકામાં લાવવાં=નાખવાં તેને ઉદીરણા કહેવાય. પુલાક આયુષ્ય અને વેદનીય સિવાયનાં છ કર્મોનો ઉદીરક છે. કારણ કે તેનો સ્વભાવ છ કર્મોની ઉદીરણા કરવાનો છે, તેથી ઉક્ત બે કર્મોની ઉદીરણા કરતો નથી. તત્ત્વથી પુલાકચારિત્રમાં તેવા અધ્યવસાય થતા નથી, તેથી પુલાકપણું પામ્યા પૂર્વે એ બે કર્મોની ઉદીરણા કરીને પછી પુલાકપણાને પામે છે. એ પ્રમાણે બકુશ વગેરેમાં પણ સમજવું, અર્થાત્ જે જે નિગ્રંથ જે જે કર્મોની ઉદીરણા કરતા નથી તે તે નિગ્રંથ પૂર્વે તે તે કર્મોની ઉદીરણા કરીને પછી ઉપરના બકુશ આદિ ભાવને પામે છે, એમ જાણવું.
બકુશ અને પ્રતિસેવનાકુશીલ એ બે આઠ, આયુષ્ય વિના સાત, કે આયુષ્ય-વેદનીય સિવાયનાં છ કર્મોની ઉદીરણા કરે છે. કષાયકુશીલ આઠ, સાત, છ કે આયુષ્ય, વેદનીય અને મોહનીય સિવાયનાં પાંચની ઉદીરણા કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org