________________
ગુરુ અધિકાર વિભાગ-૨
૧૧૧
પ્રશ્ન– કષાયકુશીલમાં છ લેશ્યાનું કથન કર્યું છે તે કઇ રીતે યોગ્ય ગણાય ? કારણ કે સંયતોમાં ત્રણ જ લેશ્યા કહેલી છે. પ્રારંભની ત્રણ લેશ્યાઓ તો ચોથા ગુણસ્થાનકે જ પૂર્ણ થઇ જાય છે.
ઉત્તર– પુલાક વગેરે નિગ્રંથોમાં યથાસ્થાને છ લેશ્માનું કથન ભાવપરાવર્તનની અપેક્ષાએ છે. તેઓમાં અવસ્થિત લેશ્યાઓ તો ત્રણ જ હોય છે. પ્રથમના પુલાક, બકુશ અને પ્રતિસેવનાકુશીલ, એ ત્રણેનો ભાવ તો ત્રણ લેશ્યામાં જ હોય. (અર્થાત્ પ્રથમના એ ત્રણમાં ત્રણ લેશ્યા સિવાય બીજા ભાવોનું પરાવર્તન થાય છે.) આ જ અભિપ્રાયથી અહીં છ લેશ્માનું કથન છે. કારણ કે પૂર્વપ્રતિપન્ન ચારિત્રી કોઇ પણ લેશ્યામાં હોય એમ કહ્યું છે.
(૨૧) પરિણામદ્વાર– પુલાક આદિના ચારિત્ર પર્યાયોને પરિણામ કહેવાય છે. તેના વર્ધમાન, હીયમાન અને અવસ્થિત એમ ત્રણ પ્રકારો પડે. તેમાં વર્ધમાન એટલે પૂર્વ પરિણામોની અપેક્ષાએ વધતા પરિણામો, હીયમાન એટલે પૂર્વના પરિણામોની અપેક્ષાએ ઘટતા પરિણામો, અને અવસ્થિત એટલે પૂર્વપરિણામોથી અન્યનાધિક=તુલ્ય પરિણામો, અર્થાત્ સ્થિર પરિણામો. તેમાં પુલાક, બકુશ, પ્રતિસેવાકુશીલ અને કષાયકુશીલ એ દરેકને ત્રણે પ્રકારના પરિણામો હોય છે, નિગ્રંથ અને સ્નાતકને હીયમાન પરિણામ હોય નહિ.
પ્રશ્ન—સ્નાતકને પરિણામ ઘટવાનું કારણ જ નથી તેથી તેને હીયમાન પરિણામ ન હોય, એ બરાબર છે, પણ નિગ્રંથને પરિણામ ઘટવાનું કારણ છે, છતાં તેને હીયમાન પરિણામ કેમ ન હોય ?
-
ઉત્તર– નિગ્રંથને હીયમાન પરિણામ હોય તો તેનામાં કષાયકુશીલ ચારિત્ર આવે, કારણ કે નિગ્રંથના પરિણામોની સંપૂર્ણ હાનિ અપકૃષ્ટ એવા કષાયકુશીલ ચારિત્રની જનક છે.
(૨૨) બંધદ્વાર—બંધ એટલે કર્મોનું પ્રથમ ગ્રહણ કરવું. તેમાં પુલાકને સાત પ્રકૃતિઓનો બંધ ચાલુ હોય છે, કારણ કે પુલાક આયુષ્ય સિવાયની સાતે પ્રકૃતિઓ બાંધે છે. તેને આયુષ્ય બંધનાં અધ્યવસાયસ્થાનો હોતાં જ નથી, તેથી તે આયુષ્યને બાંધતો નથી. બકુશ અને પ્રતિસેવનાકુશીલને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org