________________
૧૦૮ .
સંબોધ પ્રકરણ
છે કે–“સાધ્વી, વેદરહિત, પારિવારિક, લબ્ધિપુલાક, અપ્રમત્ત સંયત, ચૌદપૂર્વી, આહારક શરીરી-આટલાનું કોઈ સંકરણ ન કરે.”
ઉત્તર-તમારું કથન સત્ય છે. પણ નિર્ગથ અને સ્નાતક બન્યા પહેલાં સંહરણ થાય, અને પછી ત્યાં ગયેલા નિગ્રંથ અને સ્નાતક બને, ત્યારે તેમને સર્વકાલનો સંભવ જાણવો. કહ્યું છે કે-“પુલાકલબ્ધિમાં વર્તતા હોય તેનું સંકરણ શક્ય નથી. તથા સ્નાતક આદિના સંહરણ આદિનો જે સંભવ કહ્યો છે, તે સ્નાતકભાવ આદિને પામ્યા પહેલાં સંહરણ થાય. તે અપેક્ષાએ કહ્યો છે. કારણ કે કેવલી વગેરેનું સંહરણ થતું નથી.”
(૧૩) ગતિદ્વાર–પૂર્વશરીરનો ત્યાગ કરીને પરલોકમાં જવું તે ગતિ. પુલાક, બકુશ અને બંને પ્રકારના કુશીલની ગતિ જઘન્યથી સૌધર્મ દેવલોકમાં થાય છે, ઉત્કૃષ્ટથી પુલાકની ગતિ સહસ્ત્રારમાં થાય છે.
બકુશ અને પ્રતિસેવકની ઉત્કૃષ્ટથી અચુતમાં ગતિ થાય છે. કષાયકુશીલ ઉત્કૃષ્ટથી અનુત્તર વિમાનોમાં જાય છે. નિગ્રંથમાં જઘન્યથી ઉત્કૃષ્ટથી એવો ભેદ નથી, માટે અજઘન્ય-અનુત્કૃષ્ટથી અનુત્તર વિમાનોમાં જ જાય છે.
સ્નાતક સિદ્ધ જ થાય, અન્યગતિમાં ન જાય. જેઓ લબ્ધિનો ઉપયોગ કરે, તેની આલોચના ન કરે, આયુષ્યના અંતે વિરાધના કરે, ઈત્યાદિથી વિરાધક બનેલા પુલાક વગેરે ભવનપતિ આદિ દેવલોકમાં પણ જાય, કારણ કે જેઓએ સંયમની વિરાધના કરી હોય, તેઓની ભવનપતિ આદિમાં ઉત્પત્તિ કહી છે.
“નિગ્રંથમાં પૃચ્છા યાવત્ વિરાધનાને આશ્રયીને તે ભવનપતિ આદિ કોઈ પણ દેવલોકમાં ઉત્પન્ન થાય.” આ (ભગવતી) ગ્રંથના પાઠથી નિગ્રંથમાં પણ વિરાધનાની અપેક્ષાએ જે ભવનપતિ આદિ દેવમાં ગતિ કહી, તે તેના નિગ્રંથ ચારિત્રમાં નહિ, પણ નિગ્રંથ બન્યા પહેલાના અનંતર પૂર્વના અન્ય ચારિત્રમાં થયેલ (કરેલી) વિરાધનાને આશ્રયીને સંભવે છે એમ જાણવું.
અવિરાધક પુલાક વગેરે ઇંદ્ર, સામાનિક, ત્રાયસિંશતું કે લોકપાલ થાય, તેમાં અવિરાધક પુલાક, બકુશ અને પ્રતિસેવક કુશીલ એટલા ઇંદ્ર,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org