________________
ગુરુ અધિકાર વિભાગ-૨
૧૦૭
અકર્મભૂમિમાં સંહરણ પણ ન થાય. બાકીના ચાર નિગ્રંથો જન્મથી અને સ્વકૃત વિહારથી કર્મભૂમિમાં જ હોય, સંહરણથી તો અકર્મભૂમિમાં પણ હોય. દેવ વગેરે કોઇ એક ક્ષેત્રમાંથી સાધુને અન્યક્ષેત્રમાં લઇ જાય તે સંહરણ છે. આ સંહરણ કર્મભૂમિમાં કે અકર્મભૂમિમાં પણ થાય.
(૧૨) કાલદ્વાર— ઉત્સર્પિણી વગેરે કાલ છે. તેની વિચારણામાં પુલાક જન્મથી અવશ્ય અવસર્પિણીમાં ત્રીજા ચોથા આરામાં હોય. સદ્ભાવથી (સંયમથી) પુલાક અવસર્પિણીમાં ત્રીજા, ચોથા અને પાંચમા આરામાં પણ હોય. તેમાં આટલી વિશેષતા છે કે—ત્રીજા-ચોથા આરામાં તેનો જન્મપૂર્વક સદ્ભાવ હોય. પાંચમા આરામાં તો ચોથા આરામાં જન્મેલ હોય તો જ હોય. ઉત્સર્પિણીમાં જન્મથી બીજા, ત્રીજા, ચોથા આરામાં હોય. આમાં આટલું વિશેષ છે કે—બીજા આરાને અંતે જન્મેલા ત્રીજા આરામાં ચારિત્ર લે. ત્રીજા-ચોથામાં જન્મે અને ચારિત્ર પણ લે. તાત્પર્ય કે સદ્ભાવથી ઉત્સર્પિણીમાં ત્રીજા-ચોરા આરામાં જ હોય. કારણ કે, તે બે આરામાં જ તે ચારિત્રની પ્રાપ્તિ થાય છે.
અવસર્પિણી-ઉત્સર્પિણીથી ભિન્ન કાળમાં (ચોથા આરા તુલ્ય મહાવિદેહમાં) પુલાક જન્મથી અને સદ્ભાવથી હોય. એ પ્રમાણે અન્ય નિગ્રંથો વિશે પણ જાણવું. પહેલા વગેરે આરામાં (તથા તેના જેવા) દેવકુરુ આદિ ક્ષેત્રમાં ન હોય.
બકુશ અને કુશીલ અવસર્પિણીમાં જન્મ અને સદ્ભાવ એમ બંનેથી ત્રીજાચોથા-પાંચમા આરામાં હોય, ઉત્સર્પિણીમાં જન્મથી અને બીજા-ત્રીજાચોથા આરામાં હોય. પણ સંયમથી ત્રીજા-ચોથા આરામાં હોય. નિગ્રંથ અને સ્નાતકની જન્મ-સદ્ભાવથી કાલ પ્રરૂપણા પુલાકની જેમ જાણવી.
સંહરણથી તો પુલાક સિવાયના ચારે નિગ્રંથો પહેલો બીજો આરો વગેરે સર્વકાળમાં (દેવકુરુ આદિ ક્ષેત્રોમાં) હોય છે. પુલાકલબ્ધિમાં વર્તતા પુલાકનું સંહરણ દેવો વગેરે ન કરી શકે માટે અહીં ‘પુલાક સિવાયના' એમ કહ્યું.
પ્રશ્ન— નિગ્રંથ અને સ્નાતકનું પણ સંહરણ ન થાય. કારણ કે વેદરહિતોનું સંહરણ ન થાય. (પ્ર.સા. દ્વાર ૨૬૧, ગા.૧૪૧૯માં) કહ્યું
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org