________________
ગુરુ અધિકાર વિભાગ-૨
૧૦૯
સામાનિક, ત્રાયસિઁશત્ કે લોકપાલ થાય, પણ અહમિંદ્ર ન થાય. અવિરાધક કષાયકુશીલ ઇંદ્રાદિ ચાર કે અહમિંદ્ર પણ થાય. પણ અવિરાધક નિગ્રંથ તો અહમિંદ્ર જ થાય, એમ જાણવું.
(૧૪) સ્થિતિદ્વાર– પુલાક, બકુશ અને કુશીલની સૌધર્મમાં જઘન્ય સ્થિતિ-પલ્યોપમ પૃથક્ત્વ જ કહી છે. ઉત્કૃષ્ટ તો જે દેવલોકમાં જે (સ્થિતિ) કહી છે તે દેવલોકમાં તે (સ્થિતિ) જાણવી.
ક્ષુલ્લક નિગ્રંથીય અધ્યયનમાં પુલાક, બકુશ, કુશીલ અને નિગ્રંથ એ ચારેની સૌધર્મ દેવલોકમાં જધન્ય સ્થિતિ પલ્યોપમ પૃથ કહી છે.
(૧૫) સંયમદ્વાર– અહીં સંયમ શબ્દથી સંયમસ્થાનો કહેવાય છે. પ્રત્યેક સંયમસ્થાનમાં સર્વ આકાશપ્રદેશોને સર્વ આકાશ પ્રદેશોથી ગુણતાં જેટલી અનંતપ્રદેશસંખ્યા થાય તેટલા અનંત ચારિત્રપર્યાયો હોય છે.
સંયમસ્થાનોની વિચારણામાં પુલાક, બકુશ, પ્રતિસેવનાકુશીલ અને કષાયકુશીલને અસંખ્ય સંયમસ્થાનો હોય છે. નિથ અને સ્નાતકને એક જ સંયમસ્થાન હોય છે.
(૧૬) સંનિકર્ષદ્વાર– સજાતીય કે વિજાતીય પ્રતિપક્ષ સાથે તુલ્યતા, ન્યૂનતા, અધિકતા આદિ ધર્મોનું સંયોજન=સંઘટ્ટન કરવું તે નિકર્ષ. અર્થાત્ સ્વસ્થાન અને પરસ્થાનની અપેક્ષાએ પાંચ નિગ્રંથોમાં સંયમપર્યાયોની હીનતા, અધિકતા અને તુલ્યતાનો વિચાર કરવો તે નિકર્ષ (=સંનિકર્ષ). તેમાં પુલાકનો પુલાકની સાથે વિચાર કરવો તે સ્વસ્થાન, પુલાકનો બકુશ આદિની સાથે વિચાર કરવો તે પરસ્થાન જાણવું. સ્વસ્થાનમાં એટલે કે સજાતીય પ્રતિપક્ષમાં સંનિકર્ષ વિચારણા આ પ્રમાણે છે– એક પુલાક બીજા પુલાકની અપેક્ષાએ તુલ્ય છે. કેમ કે બંનેના સંયમ પર્યાયો તુલ્ય વિશુદ્ધિવાળા છે. એક પુલાક બીજા પુલાકની અપેક્ષાએ હીન છે. કારણ કે એક પુલાકના સંયમપર્યાયો બીજા પુલાકની અપેક્ષાએ હીન (=ઓછા) વિશુદ્ધ છે. એક પુલાક બીજા પુલાકની અપેક્ષાએ અધિક છે, કેમ કે એક પુલાકના સંયમપર્યાયો બીજા પુલાકની અપેક્ષાએ અધિક વિશુદ્ધ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org