SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ સંબોધ પ્રકરણ सो पुण पंचवियप्पो, अच्छविओ असबलो अकम्मंसो। अपरिस्सावी संसुद्धनाणदंसणधरो अरिहा ॥२५०॥ . स पुनः पञ्चविकल्पोऽच्छविकोऽशबलोऽकर्मांशः। પરિસાવી સંશુદ્ધજ્ઞાનવનધોનું II ર૧૦ | ...૭૬૦ ગાથાર્થ તે સ્નાતકના અચ્છવિક, અશબલ, અકસ્મશ, અપરિશ્રાવી અને સંશુદ્ધ જ્ઞાનદર્શનધર એમ પાંચ પ્રકાર છે. સંશુદ્ધ જ્ઞાનદર્શનધર અને અહંનું એ શબ્દો એકાWકવાચી છે. વિશેષાર્થ– (૧) અચ્છવિક– અચ્છવિક એટલે અવ્યથક=પરને પીડા ન ઉપજાવનાર એવો અર્થ છે અથવા છવિ એટલે શરીર કહેવાય છે. યોગનિરોધથી સ્નાતકના શરીરનો અભાવ થતાં અછવિ ( શરીરરહિત). એ અર્થ પ્રમાણે પણ અચ્છવિક શબ્દનો અર્થ ઘટે છે. અથવા સપા એટલે ખેદસહિત પ્રવૃત્તિ. ખેદસહિત પ્રવૃત્તિવાળો તે ક્ષપી. મેદવાળી પ્રવૃત્તિથી રહિત તે અક્ષપી. પ્રાકૃતમાં અક્ષરીનું અચ્છવી થાય. અથવા ઘાતીકર્મોનો ક્ષય કર્યા પછી ક્ષય કરવાનો ન હોવાથી (=એ માટે પુરુષાર્થ કરવાનો ન હોવાથી) અક્ષપી છે. (૨) અશબલ-ચારિત્ર હોવાથી શુદ્ધ અને અતિચારરૂપ મળની અપેક્ષાએ અશુદ્ધ, આમ શુદ્ધાશુદ્ધ રૂપ ચારિત્ર શબલ કહેવાય. શબલથી વિપરીત (=અતિચારરૂપ કાદવ જવાથી એકાંતે શુદ્ધ) તે અશબલ સ્નાતકનું ચારિત્ર અશબલ છે. (૩) અકર્માશ-કમશ એટલે ઘાતકર્મો. ઘાતકર્મો જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મોનો એક અંશ છે. કર્મોનો અંશ =વિભાગ) તે કર્માશ. ઘાતકર્મો રૂપ કર્મોનો અંશ (=એક ભાગ) જેઓને નથી તે અકર્મીશ. અથવા કર્માસ એટલે ઘાતીકર્મોની સત્તા. તે જેને નથી તે અકર્માશ. (૪) અપરિશ્રાવી– પરિશ્રવ એટલે બંધ. અયોગ અવસ્થામાં કર્મોનો પરિશ્રવ ન થવાથી અપરિશ્રાવી. શ્રિત્તિકનાશ્રવતિ મળત્યપરિશ્રાવી એવી વ્યુત્પત્તિ છે. (૫) સંશુદ્ધ જ્ઞાનદર્શનધર– મતિ-ઇંદ્રિયો વગેરેની સહાયથી રહિત. અનંતજ્ઞાનદર્શનને જે ધારણા કરે તે સંશુદ્ધ જ્ઞાનદર્શનધર.' (૨૫૦) ૧. ગુરુતત્ત્વવિનિશ્ચય ઉલ્લાસ ચોથો ગાથા ૩૮ વગેરે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005625
Book TitleSambodh Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy