________________
ગુરુ અધિકાર વિભાગ-૨
ગાથાર્થ ઉપશમક અને ક્ષપક એ બંને નિગ્રંથના પ્રથમ સમય, અપ્રથમસમય, ચરમસમય, અચરમસમય અને યથાસૂક્ષ્મ એમ પાંચ ભેદો છે. મિથ્યાત્વ, ત્રણ વેદ, છ હાસ્યાદિ અને ચાર ક્રોધાદિ એમ ચૌદ ગ્રંથ (ગાંઠ) છે.
વિશેષાર્થ- શ્રેણિના અંતર્મુહૂર્તના પહેલા સમયે રહેલ પ્રથમ સમય નિગ્રંથ છે. પહેલા સિવાયના કોઈ પણ સમયે વર્તમાન અપ્રથમસમય છે. શ્રેણિની સમાપ્તિના અંતિમ સમયે વર્તમાન ચરમસમય છે. અંતિમ સમયથી પહેલાના કોઈ પણ સમયે વર્તમાન અચરમસમય છે. આમ પૂર્વનુપૂર્વી અને પશ્ચાનુપૂર્વીએ બે બે ભેદો ગણતાં ચાર અને પાંચમો સંપૂર્ણ શ્રેણિના કોઈ પણ સમયમાં વર્તમાન યથાસૂક્ષ્મ છે. આમ પાંચ ભેદો છે.
ગ્રંથના બાહ્ય અને અત્યંતર એમ બે ભેદ છે. તેમાં ધન વગેરે ૧૦ પ્રકારનો પરિગ્રહ બાહ્ય ગ્રંથ છે અને અહીં જણાવેલ મિથ્યાત્વ વગેરે ૧૪ અભ્યતર ગ્રંથ છે. (૨૪૮)
सुहझाणजलविसुद्धो, कम्ममलाविक्खया सिणाओत्ति । दुविहो य से सजोगी, तहा अजोगी विणिदिट्ठो ॥२४९ ॥ शुभध्यानजलविशुद्धः कर्ममलापेक्षया स्नातक इति । દિવિધa યોની તથા વિનિર્દિષ્ટ ! ર૪૬ IT.. ગાથાર્થ– કર્મમલની અપેક્ષાએ શુભધ્યાનરૂપી જલથી વિશુદ્ધ થયેલ જીવ સ્નાતક ( સ્નાન કરેલ) કહેવાય છે. એ બે પ્રકારે છે. બંને પ્રકારનો નાતક જીવ સયોગી અને અયોગી એમ બે પ્રકારે કહ્યો છે. વિશેષાર્થ– મન-વચન-કાયા એ ત્રણ યોગથી સહિત હોય તે સયોગી અને રહિત હોય તે અયોગી. તેરમા ગુણસ્થાને રહેલા સ્નાતક સયોગી છે અને ચૌદમાં ગુણસ્થાને રહેલા સ્નાતક અયોગી છે. (૨૪૯) ૧. (૧) ભૂમિ, (૨) મકાનો, (૩) ધન અને ધાન્ય, (૪) મિત્રો અને જ્ઞાતિજનો, (૫) વાહનો, (૬) શયનો, (૭) આસનો, (૮) દાસ, (૯) દાસીઓ અને (૧૦) કુપ્ય (શેષ રાચરચીલુંઘરવખરી), એ દશ પ્રકારો જાણવા. બૃહત્કલ્પમાં શયન-આસન બંનેને એકમાં ગણી દશમો તૃષાદિનો સંચય કહેલો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org