________________
દેવ અધિકાર
આ ત્રણ પ્રકારની હિંસામાં હેતુ હિંસા અને અનુબંધ હિંસા પારમાર્થિક હિંસા છે. તેમાં પણ અનુબંધ હિંસા મુખ્ય હિંસા છે. હવે ત્રણ પ્રકારની હિંસા અને અહિંસામાં કોને કેટલી અને કેવી રીતે હિંસા અને અહિંસા હોય તે વિચારીએ-(૧) જેના અંતરમાં અહિંસાના ભાવ નથી, તેવો જીવ ઉપયોગ વિના ચાલે અને જીવ મરી જાય તો તેને ત્રણ પ્રકારની હિંસા લાગે. અંતરમાં અહિંસાના ભાવ ન હોવાથી અનુબંધ હિંસા લાગે. ઉપયોગ વિના ચાલવાથી હેતુ હિંસા લાગે. જીવ મર્યો હોવાથી સ્વરૂપહિંસા પણ લાગે. (૨) જો અહીંજીવનમરે તો સ્વરૂપ હિંસા સિવાય બે પ્રકારની હિંસા લાગે. સંસારમાં રહેલા લગભગ બધા જ જીવોને ક્યારેક ત્રણે પ્રકારની તો ક્યારેક બે પ્રકારની હિંસા લાગ્યા કરે છે. (૩) હવે જો તે જીવ (જેના અંતરમાં અહિંસાના ભાવ નથી તે) ઉપયોગપૂર્વક ચાલે અને જીવો ન મરે તો તેને એક જ અનુબંધ હિંસા લાગે.
પ્રશ્ન–અંતરમાં અહિંસાના ભાવ ન હોય છતાં મારાથી જીવો ન મરે તેવા ઉપયોગપૂર્વક ચાલે એ શી રીતે બને ? મારાથી જીવો ન મરે તેવો ઉપયોગ જ સૂચવે છે કે અંતરમાં અહિંસાના ભાવ છે.
ઉત્તર–આ વિષયને બહુ સૂક્ષ્મદષ્ટિથી સમજવાની જરૂર છે. મારાથી જીવો ન મરે એવા ઉપયોગ માત્રથી અહિંસાના પરિણામ છે એ નક્કી ન થાય. અહિંસાના પરિણામ છે કે નહિ તે જાણવા અહિંસાનું પાલન 'શા માટે કરે છે તે જાણવું જોઇએ. જેના અંતરમાં અહિંસાના પાલનમાં મોક્ષનો કે સ્વકર્તવ્યપાલનનો આશય હોય તેના જ અંતરમાં અહિંસાના પરિણામ હોય. જેના અંતરમાં અહિંસાના પાલનમાં ઉક્ત આશય ન હોય, કિંતુ અન્ય કોઇ ભૌતિક આશય હોય, તો જીવ ઉપયોગપૂર્વક ચાલતો હોય છતાં તેનામાં અહિંસાના પરિણામ ન હોય. બગલો પાણીમાં અને પારધિ જમીન ઉપર જરાય અવાજ ન થાય તેવા ઉપયોગપૂર્વક ચાલે છે. પણ તેના અંતરમાં અહિંસાના પરિણામ નથી. અભવ્ય જીવો ચારિત્રનું પાલન સુંદર કરે છે. મારાથી કોઈ જીવ મરી ન જાય તેની બહુ કાળજી રાખે છે. દરેક પ્રવૃત્તિ ઉપયોગપૂર્વક કરે છે. છતાં તેમાં અહિંસાના પરિણામ નથી. કારણ કે તેનું ધ્યેય ખોટું છે. ચારિત્રના પાલનથી (=અહિંસાના પાલનથી) તેને સંસારના સુખો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org