________________
૬૨.
સંબોધ પ્રકરણ ગાથાર્થ રાગથી, દ્વેષથી કે મોહથી બગડેલો મનનો પરિણામ દુષ્મણિધાન કહેવાય. જિનમંદિરમાં દુપ્રણિધાન ન કરવું જોઈએ.
વિશેષાર્થ– પ્રાકૃત શબ્દકોષમાં વિસર (વિ) ગૃહ એવો અર્થ જણાવ્યો છે. (૮૪) (૨.વં.મ.ભા. ગા-૬૪)
धरणरणरुयणविगहा, तिरिबंधणरंधणाइगिहिकिरिया। गालीविज्जवणिज्जाइ चेइए चयणुचियवित्ती ॥८५ ॥ ધM-M-ન-વિકથા-તિર્યવધન-ધનરિફિક્રિયા જાતી-વૈદ્ય-વાણિજારિ વૈભે ત્યજાતિવૃત્તી: II & I ...
ગાથાર્થ– લહેણું લેવા માટે ત્યાં બેસી લંઘન (=લાંઘણ) કરવું, યુદ્ધ (=મારામારી-કલહ) કરવું, શોકાદિના કારણે રડવું, વિકથા કરવી, ઘોડા, ગાય વગેરે પશુઓને બાંધવા, રસોઈ કરવી વગેરે સાંસારિક ક્રિયા કરવી, ગાળો દેવી, ઔષધો કરવાં, વેપાર કરવો વગેરે અનુચિતવૃત્તિરૂપ આશાતનાનો જિનમંદિરમાં ત્યાગ કરે. કહ્યું છે કે
[संतताविरतदेवा अपि जिनाङ्गसक्थिस्थानकदेवगृहादौ आशातना वर्जयन्ति किं पुनः . • साक्षाज्जिनसदृक्षाया जिनप्रतिमायाः स्थाने आशातनापरिहारे वक्तव्यम् ॥]
સદા વિરતિથી રહિત દેવો પણ જિનશરીરના અસ્થિ રાખવાના સ્થાન રૂપ જિનમંદિરમાં આશાતનાનો ત્યાગ કરે છે, તો પછી સાક્ષાત્ જિનસમાન જિનપ્રતિમાના સ્થાને આશાતનાના ત્યાગમાં તો શું કહેવું? અર્થાત ત્યાં તો અવશ્ય આશાતનાનો ત્યાગ કરે. (૮૫)
देवयहरंमि देवा, विसयविसविमोहिया वि न कयावि। अच्छरसाहिपि समं, हासखेड्डाइवि कुणंति ॥८६॥ देवतागृहे देवा विषयविषमोहिता अपि न कदापि। अप्सरोभिरपि समं हास्यक्रीडाद्यपि कुर्वन्ति ॥ ८६ ॥ ........... ગાથાર્થ– દેવો દુષ્ટ ચારિત્રમોહના ઉદયને કારણે વિષયરૂપ વિષથી. મોહિત થયેલા હોવા છતાં નંદીશ્વર આદિ સ્થળે રહેલા જિનમંદિરમાં પોતાના પ્રાણથી પણ અધિક પ્રેમસ્થાનને પામેલી અપ્સરાઓની સાથે
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org