________________
૫૪ :
સંબોધ પ્રકરણ
પણ વૃદ્ધાવસ્થાના કારણે રસ્તામાં જ આયુષ્યનો ક્ષય થતાં મૃત્યુ પામી. રસ્તા ઉપર તેનું મડદું જોઈને દયાળુ માણસોએ આ વૃદ્ધા મૂછ પામી છે એમ સમજીને તેના ઉપર પાણી છાંટ્યું. થોડો વખત મૂછના ઉપચાર કરવા છતાં જરા પણ ચેતના આવી નહિ. એટલે લોકોએ ભગવાનને પૂછ્યું કે–આ વૃદ્ધા મરી ગઈ છે કે જીવતી છે? ભગવાને કહ્યું તે મૃત્યુ . પામી છે. તેનો જીવ દેવરૂપે ઉત્પન્ન થયો છે. દેવરૂપે ઉત્પન્ન થયેલો વૃદ્ધાનો જીવ દેવલોકમાં ઉત્પન્ન થયા પછી તરત અવધિજ્ઞાનથી પૂર્વભવ જાણીને મને વંદન કરવા આવ્યો છે. તે આ રહ્યો, એમ કહીને ભગવાને પોતાની પાસે ઊભેલા દેવને બતાવ્યો. ભગવાન પાસે આ વૃત્તાંત સાંભળીને સમવસરણમાં રહેલા બધા લોકો વિસ્મય પામીને વિચારવા લાગ્યા કે અહો! પૂજાની ભાવનાથી પણ કેટલો બધો લાભ થાય છે. પછી ભગવાને થોડા પણ શુભ અધ્યવસાયથી બહુ લાભ થાય છે એમ કહી જિનપૂજાનું મહત્ત્વ સમજાવ્યું. ત્યારબાદ ભગવાને વૃદ્ધાના જીવનો વૃત્તાંત જણાવતાં કહ્યું કે–વૃદ્ધાનો જીવ દેવલોકમાંથી એવી વિશાળ રાજ્યનો માલિક કનકધ્વજ નામનો રાજા થશે. એક વખત દેડકાને સર્પ, એ સર્પને કુરર, એ કુરરને અજગર, એ અજગરને મોટો સર્પ ખાઈ જવા મથે છે. એ બનાવ જોઇને તે વિચારશે કે–જેમ અહીં એક-બીજાને ખાવાને મથતા દેડકો વગેરે પ્રાણીઓ આખરે મહાસર્પના મુખમાં જ જવાના છે, તેમ સંસારમાં જીવો “મસ્યગલાગલ” ન્યાયથી પોતપોતાના બળ પ્રમાણે પોતાનાથી ઓછા બળવાળાને દુઃખી કરે છે-દબાવે છે, પણ આખરે બધા યમરાજના મુખમાં પ્રવેશ કરે છે. આથી આ સંસાર અસાર છે એમ વિચારીને પ્રત્યેકબુદ્ધ બનશે. દીક્ષાનું સુંદર પાલન કરીને દેવલોકમાં ઉત્પન્ન થશે. પછી ક્રમે કરીને અયોધ્યાનગરીના શક્રાવતાર નામના મંદિરમાં કેવલજ્ઞાન પામી મોક્ષે જશે. (૭૪) (૨.વં.મ.ભા. ગા-૮૧૪)
उवसमइ दुरियवग्गं, हड् दुहं जणइ सयलसुक्खाई। चिंताईयंपि फलं, साहइ पूया जिणिदस्स ॥७५ ॥ उपशाम्यति दुरितवर्गं हरति दुःखं जनयति सकलसुखानि । વિનાતીતપ નં સાળોતિ પૂના જિનેન્દ્રસ્થા ૭% ..............
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org